SURAT

વેડરોડના રત્નકલાકારે દૂધ લેવા જતી કિશોરીને પાછળથી પકડી લઈ અડપલાં કર્યા

સુરત : વેડ રોડ (VedRoad) મીનાનગર પાસે એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે તેના એપાર્ટમેન્ટમાં રહેતી કિશોરી દૂધ લેવા જતી હતી તે વખતે શારીરિક છેડતી કરી હતી. ચોકબજાર પોલીસે આ અંગે છેડતીની ફરિયાદ નોંધી તપાસ હાથ હાથ ધરી છે.

બનાવ અંગે મળતી વિગત મુજબ વેડ રોડ પર મીનાનગર પાસે આવેલા ઓમ સાંઈ એપાર્ટમેન્ટમાં રહેતો ભાવેશ પાનવકર રત્ન કલાકાર છે. ગઈકાલે રાત્રે ભાવેશ એપાર્ટમેન્ટમાં બેઠો હતો. ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતી 16 વર્ષીય કિશોરી દૂધ લેવા માટે ગઈ હતી. એ સમયે હવસખોર ભાવેશે કિશોરી પર દાનત બગાડી હતી. પાછળથી કિશોરીને પકડી પાડી તેના શરીરના ભાગે અડપલા કરી છેડતી કરી હતી.

કિશોરીએ ઘરે આવી યુવકે કરેલી હરકત વિશે તેના માતા-પિતાને તમામ હકીકત જણાવી હતી. ત્યારે બનાવને પગલે તેના માતા-પિતા આ બાબતે ભાવેશને ઠપકો આપવા જતા ભાવેશે તેના પિતાને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી આખરે કિશોરીના માતા-પિતાએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચોક બજાર પોલીસે ભાવેશની ધરપકડ કરી ત્યારે તે દારૂના નશામાં હતો. જેથી પોલીસે તેની સામે પીધેલાનો કેસ પણ દાખલ કર્યો હતો.

ડિંડોલીમાં સ્કુલે જતી ધોરણ 6 ની વિદ્યાર્થિનીનો પીછો કરી યુવકે છેડતી કરી
સુરત : ડિંડોલીમાં રહેતી ધોરણ 6 ની વિદ્યાર્થિનીનો પીછો કરીને પરેશાન કરી છેડતી કરતા યુવકની સામે પોલીસે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.

  • સગીરા સ્કુલે જાય ત્યારે પીછો કરી મોબાઈલ નંબર માંગીને હેરાન કરતો હતો
  • સ્કુલ વાન ચાલકે રોકતા તેને ચપ્પુ મારી દેવાની યુવકે ધમકી આપી હતી

ડિંડોલી ખાતે રહેતા અને જરી મશીન ધરાવતા યુવકે તેની ધોરણ 6 માં અભ્યાસ કરતી 12 વર્ષની પુત્રીની છેડતી કરનાર 19 વર્ષીય સોનુ મનોજ વર્મા (રહે.શ્રીનાથનગર ડિંડોલી) ની સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે વિદ્યાર્થિનીનો સ્કુલ વાહન ચાલક તેના ઘરે આવ્યો હતો. અને તેના પિતાને જણાવ્યું હતું કે, તમારી છોકરીને એક છોકરો આવીને કેમ છે તેમ પુછતો હતો.

સ્કુલ વાહન ચાલકે જણાવ્યું કે મેં તેને કેમ બોલાવે છે તેમ કહેતા તેણે મને ચાકુ મારી દેવાની ધમકી આપી હતી. આ અંગે પિતાએ તેની પુત્રીને પુછતા સોનું વર્મા નામનો યુવક અવાર નવાર સ્કુલે જાય ત્યારે પીછો કરે છે અને મોબાઈલ નંબર માંગીને હેરાન કરતો હોવાનું કહ્યું હતું. જેથી તેને ઘર પાસે આવેલા મહાદેવના મંદિરમાંથી આ યુવકને પકડી પોલીસના હવાલે કર્યો હતો.

Most Popular

To Top