SURAT

હરિદ્વારમાં કુંભમેળાથી સુરત પરત થયેલા શ્રધ્ધાળુઓને ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવો પડશે: પાલિકા

સુરત: (Surat) હરિદ્વારમાં યોજાયેલા કુંભમેળા (Kumbh Mela) દરમિયાન શાહી સ્નાન વખતે મોટી મેદની ભેગી થયા પછી સાધુ સંતો અને કેટલાક રાજ્યોના શ્રધ્ધાળુઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા પછી સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર (Corporation Health Department) સજાગ બન્યુ છે. પાલિકાએ રેલ્વે પાસેથી માહિતી મેળવી સુરતથી કુંભમેળામાં જે શ્રધ્ધાળુઓ ગયા છે અને પરત ફરી રહ્યા છે તેમના માટે ફરજિયાત કોરોના ટેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા કરી છે. પાલિકાની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સુરત શહેરમાં વ્યાપેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લીધે પોઝિટિવ કેસો લગાતાર વધી રહ્યા છે.

  • હરિદ્વારના કુંભમેળામાં ગયેલા શ્રધ્ધાળુઓના ટેસ્ટિંગ માટે પાલિકાએ વિશેષ વ્યવસ્થા કરી છે
  • પરત આવેલા શ્રદ્ધાળુઓ અંગે જે તે સોસા.કે એપાર્ટ.ના પ્રમુખે પણ માહિતી આપવાની રહેશે

આ સ્ટ્રેન ખુબ ચેપી અને પ્રાણઘાતક હોવાથી શહેરીજનો તેના ભોગ ન બને તે માટે પાલિકા દ્વારા હરિદ્વારના કુંભમેળાથી પરત થઇ રહેલા તમામ શ્રધ્ધાળુઓ માટે કોરોના ટેસ્ટિંગ ફરજિયાત બનાવ્યુ છે. તથા સોસાયટી અને એપોર્ટમેન્ટના પ્રમુખોને પણ અપીલ કરી છે કે કુંભમેળામાં સુરતના જે લોકો જઇને પરત આવ્યા છે તેની માહિતી પાલિકાના આરોગ્ય વિભાગ અથવા જેતે વિભાગને આપવામાં આવે. આ શ્રધ્ધાળુઓ માટે વિના મુલ્યે ટેસ્ટિંગ માટે એન્ટિજન ટેસ્ટિંગ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા શ્રધ્ધાળુઓને ઘરબેઠા ધન્વંતરી રથની સુવિધા પણ આપવામા આવશે. તે ઉપરાંત ઓનલાઇન એસએમસી ટેસ્ટિંગ સેન્ટરની માહિતી પણ મળી રહેશે.

કોરોના પોઝિટિવ છતાં બહાર ફરનારને કોવિડ ટ્રેકર એપ દ્વારા પકડી લેવાયો, મનપાએ એફઆઈઆર કરી

સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જે વિસ્તારોમાં સંક્રમણ વધુ છે તેવા વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ કરવામાં આવે છે અને ત્યાં કોરોન્ટાઈનના નિયમનું પાલન કરવા જણાવવામાં આવે છે, તેમ છતાં ઘણા લોકો દ્વારા તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવતો નથી. જેના કારણે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ વધી રહયુ છે. જે લોકોને હોમ આઈસોલેટ કરવામાં આવે છે તેઓ પર મનપા કોવિડ ટ્રેકર એપથી વોચ રાખતી હોય છે. અઠવા ઝોન વિસ્તારમાં રહેતા 1 વ્યકિતનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા તેઓને 14 દિવસ હોમ કોરોન્ટાઈન રહેવા જણાવાયું હતું. પરંતુ કોવિડ–19 ટ્રેકર પરથી તેમની માહિતી મળતા તેઓ પોતાના ઘરે હાજર ન રહી બહાર અવર–જવર કરતા માલુમ પડતા, તેઓ સામે કોરોન્ટાઈનના નિયમનો ભંગ કરવા બદલ એફઆઈઆર કરવામાં આવી હતી.

Most Popular

To Top