અમેરિકા-ઈરાન વચ્ચે 5 મોટા મુદ્દાઓ પર સહમતિ, જલ્દી થઈ શકે સત્તાવાર જાહેરાત
યુદ્ધના તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની દિશામાં મોટી પ્રગતિ, હોર્મુઝ જળમાર્ગ ખોલવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા પૂર્ણ થવાના અહેવાલ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે હવે શાંતિ સમજૂતી તરફ મોટા સંકેતો મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ દાવો કર્યો છે કે ઈરાન સાથેની “પીસ ડીલ” લગભગ તૈયાર થઈ ગઈ છે અને અંતિમ મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગામી થોડા દિવસોમાં અમેરિકા ,ઈરાન વચ્ચે સત્તાવાર શાંતિ સમજૂતીની જાહેરાત થઈ શકે છે,ડીલમાં હોર્મુઝ જળમાર્ગ ખોલવાથી લઈને પરમાણુ, પ્રતિબંધોમાં રાહત અને યુદ્ધવિરામ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
કયા 5 મોટા મુદ્દાઓ પર બની સહમતિ?
- હોર્મુઝ જળમાર્ગ ફરી ખોલવાની તૈયારી
શાંતિ સમજૂતીનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz)ને ફરીથી સંપૂર્ણ રીતે ખોલવાનો માનવામાં આવી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ડીલનો ભાગ તરીકે આ જળમાર્ગ ફરી શરૂ કરવામાં આવશે. આ જળમાર્ગ વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ પર તેનું નિયંત્રણ યથાવત રહેશે. - 60 દિવસના યુદ્ધવિરામ પર ચર્ચા
રિપોર્ટ્સ મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસના સીઝફાયર (Ceasefire) અથવા યુદ્ધવિરામ વધારવા પર પણ ચર્ચા થઈ રહી છે.
મધ્યસ્થ દેશોની મદદથી બંને પક્ષો તાત્કાલિક તણાવ ઘટાડવા તૈયાર થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જો આ સહમતિ અમલમાં આવે તો છેલ્લા ઘણા મહિનાથી ચાલતો તણાવ ઘટી શકે છે. - ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ
અમેરિકાની સૌથી મોટી માંગ ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને છે.
રિપોર્ટ્સ મુજબ અમેરિકા ઈચ્છે છે કે ઈરાન યુરેનિયમ એનરિચમેન્ટ મર્યાદિત કરે અને હાઈલી એનરિચ્ડ યુરેનિયમનો જથ્થો સોંપે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સિદ્ધાંતરૂપે આ મુદ્દે તૈયાર થયું છે. જોકે ઈરાને હજુ સત્તાવાર રીતે સંપૂર્ણ સહમતિ જાહેર કરી નથી. - અમેરિકી પ્રતિબંધોમાં રાહત
શાંતિ સમજૂતી અંતર્ગત અમેરિકા ઈરાન પર લગાવવામાં આવેલા કેટલાક આર્થિક પ્રતિબંધોમાં રાહત આપી શકે છે.
ખાસ કરીને ઈરાનના તેલ નિકાસ અને બંધ કરાયેલા સંપત્તિ (Frozen Assets)ને લઈને ચર્ચા થઈ રહી છે. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ સમજૂતી માટે તેને પોતાના ફ્રોઝન ફંડ્સ સુધી ઍક્સેસ મળવી જરૂરી છે. - અમેરિકા અને તેના સાથી દેશો પર હુમલો નહીં કરવાનો વાયદો
અહેવાલો અનુસાર સંભવિત સમજૂતીમાં એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે અમેરિકા અને તેના સાથી દેશો ઈરાન પર હુમલો નહીં કરે અને તેના બદલામાં ઈરાન પણ અમેરિકા અથવા તેના સહયોગીઓ પર પૂર્વ આક્રમણ નહીં કરે.
આ મુદ્દો બંને દેશો વચ્ચે વિશ્વાસ વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાન અને મધ્ય પૂર્વના દેશોની મોટી ભૂમિકા
આ સમગ્ર શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતાર, તુર્કી અને UAE જેવા દેશોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. - ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેમણે અનેક ગલ્ફ દેશોના નેતાઓ અને પાકિસ્તાનના સૈન્ય નેતૃત્વ સાથે ચર્ચા કરી હતી. પાકિસ્તાનને ખાસ મધ્યસ્થ તરીકે જોવામાં આવી રહ્યું છે.
- ટ્રમ્પનો દાવો, ઈરાનનો સાવચેત અભિગમ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે “ડીલના અંતિમ મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે અને જલ્દી જાહેરાત થશે.”પરંતુ બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે હજુ બંને દેશો વચ્ચે ગંભીર મતભેદો યથાવત છે અને તરત સમજૂતી થઈ જશે એવું કહેવું વહેલું રહેશે. - વૈશ્વિક બજારો અને તેલના ભાવ પર રહેશે અસર
જો અમેરિકા અને ઈરાન વચ્ચે ખરેખર શાંતિ સમજૂતી થાય છે તો તેની સીધી અસર વૈશ્વિક બજારો પર પડી શકે છે.
ખાસ કરીને:
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો
મધ્ય પૂર્વમાં તણાવમાં ઘટાડો
વૈશ્વિક વેપારને રાહત
શેરબજારમાં સ્થિરતા
જોઈ શકાય છે. - આગામી કેટલાક દિવસો રહેશે અત્યંત મહત્વપૂર્ણ
હાલ વિશ્વભરની નજર અમેરિકા અને ઈરાન વચ્ચેની આ સંભવિત ઐતિહાસિક ડીલ પર ટકેલી છે.
જો અંતિમ તબક્કાની ચર્ચા સફળ રહે છે તો આગામી થોડા દિવસોમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જોકે, બંને દેશો વચ્ચે હજુ કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ બાકી હોવાનું માનવામાં આવી રહ્યું છે.તેમ છતાં, લાંબા સમયથી તણાવમાં રહેલા અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની આશા હવે વધુ મજબૂત બનતી દેખાઈ રહી છે.