આણંદ શહેરમાં દાંડી માર્ગ પાસે આવેલા પલવાળી મેલડી માતાજીનું મંદિર વર્ષાેથી શ્રદ્ધાળુઆેની આસ્થાનું સ્થાનક હતું. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી મંદિર સંપૂ€ર્ણપણે તાેડીને હટાવવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી. આ મંદિર નડતરરૂપ હાેવા અંગે નાેટીસાે પણ આપવામાં આવી હતી. છેલ્લે મંદિર તાેડવા બાબતે ઉગ્ર હાેબાળાે થતાં આ કામગીરી સ્થગીત કરાઈ હતી. પરંતુ ગુરૂવારે સાંજના સુમારે સત્તાધીશાે દ્વારા મંદિર તાેડવાની કામગીરી ચુસ્ત પાેલીસ બંદાેબસ્ત સાથે કરવામાં આવી હતી. આ દરમિયાન સંપૂર્ણ મંદિર જેસીબી દ્વારા ધ્વસ્ત કરી દેવાયું હતું. મંદિર તાેડવાની કામગીરીને પગલે શહેરભરના શ્રદ્ધાળુઆેમાં ભારે આક્રાેશ ભભુકી ઉઠ્યાે હતાે. તેમજ આસ્થા સ્થાન ધ્વસ્ત કરી દેવાતા શ્રદ્ધાળુ€આેની આંખાેમાંથી અશ્રુઆેની ધારાઆે નીકળી હતી.
આણંદના દાંડી માર્ગ પરનું મંદિર ધ્વસ્ત, શહેરભરના શ્રદ્ધાળુઓની આંખાેમાંથી અશ્રુઓ વહ્યાં
By
Posted on