National

‘કાહે કા ડર…’ યુપીમાં એન્ટ્રી થતાં જ અતીક અહમેદનો સ્વર બદલાયો પણ જ્યારે કાફલો અટક્યો…

ઉત્તર પ્રદેશ: રવિવારે સાંજે 6 વાગ્યે યુપીના (UP) માફિયા અતીક અહેમદને (Atiq Ahmad) અમદાવાદની (Ahmadabad) સાબરમતી જેલમાંથી (Sabarmati Jail) પ્રયાગરાજ (Prayagraj) જવા નીકળેલી યુપી પોલીસનો (UP Police) કાફલો રાજસ્થાન, મધ્યપ્રદેશ થઈ ઉત્તર પ્રદેશ પહોંચી ગયો છે. આખરે યુપીમાં માફિયા ડોન અતીક અહેમદની એન્ટ્રી થઈ. થોડા સમય પહેલા યુપી પોલીસ આતિકને લઈને રાજ્યની સરહદમાં પ્રવેશી છે. અતીકને ઝાંસી શહેર થઈને લઈ જવામાં આવી રહ્યો છે. યુપી પહોંચતાની સાથે જ અતીક અહેમદની હિંમત જાણે વધી ગઈ હોય. કારણે કે જ્યારે મીડિયાએ તેને તેના ડર અંગે સવાલ કર્યો તો અતીકે બેફામપણે કહ્યું હતું કે-કાહે કા ડર. પરંતુ જ્યારે કાફલો અટકી ગ્યો ત્યારે તેને ડર લાગ્યો હતો, તેનો જીવ અધ્ધર થઈ ગયો હતો. જાણો રસ્તામાં કાફલો કેમ અટકી ગયો હતો.

કાફલો અટકવાનું કારણ સામે આવ્યું
જ્યારે અતીક અહેમદ મધ્ય પ્રદેશમાં એન્ટ્રી થઈ ત્યારે તેણે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે તે પહેલા જ્યારે ભારે સુરક્ષા વચ્ચે અતીકનો કાફલો અચાનક જ રોકી દેવામાં આવ્યો ત્યારે તેનો જીવ અધ્ધર થઈ ગયો હતો, તે ઘણો ગભરાય ગયો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે જ્યારે અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. જ્યારે આટિકનો કાફલો મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાફલાની સામે એક ગાય આવી ગઈ હતી જેના કારણે તમામ સુરક્ષા ગાડીઓને બ્રેક લાગી ગઈ હતી. અતીકને જે વાનમાં લઈ જવામાં આવી રહ્યો છે તે વાનમાં પડદા લગાવવામાં આવ્યા છે. તેથી તે બહાર શું બની રહ્યું છે કે કયા રસ્તે તે પસાર થઈ રહ્યો છે, તે અતીક જાણી શકે નહીં. પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે ચોક્કસપણે અતીકને એન્ટાકાઉન્ટરનો ડર લાગ્યો હતો. મળતી માહિતી મુજબ, પ્રતિબંધ સાથે અથડાતા ગાયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. અતીકનો કાફલો ઝડપથી પસાર થઈ રહ્યો હતો. એટલામાં ગાય રસ્તા પર આવી. કાફલાના પ્રતિબંધ સાથે અથડાયા બાદ ગાયને દૂર સુધી ખેંચીને લઈ જવામાં આવી હતી. જોકે, આખો કાફલો થોડીવાર માટે થંભી ગયો હતો. બાદમાં કાફલો પ્રયાગરાજ જવા રવાના થયો હતો.

ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી કરતાં જ અતીકે મીડિયાને કહ્યું કે મુઝે કિસી કા ડર નહીં. સોમવારે એેટલે કે આજે સવારે 9 વાગ્યે અતીકનો કાફલો ઝાંસી રિઝર્વ પોલીસ લાઈનમાં પહોંચ્યો હતો. જ્યાં પોલીસ જવાનો માટે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. દોઢ કલાકના રોકાણ બાદ અતીકને લઈને પોલીસ પ્રયાગરાજ તરફ રવાના થઈ છે. આ કાફલોમાં અતીકના પરિવારની ગાડીએ પણ જોડાઈ છે જેના કારણે પોલીસ સુરક્ષા વધારી દીધી છે. ત્યારે મધ્યપ્રદેશ બોર્ડરમાં પ્રવેશતાની સાથે જ અતીક અહેમદનો કાફલો ફરી એક વખત રોકવામાં આવ્યો હતો. ત્યારે અતીક અહેમદ પ્રિઝન વાનમાંથઈ નીચે ઊતર્યો હતો અને મીડિયા સામે હાથ બતાવતા કહ્યું કે ‘કાહે કા ડર મુજે કિસી કા ડર નહીં હૈ’. આ બોલતાની સાથે જ પોલીસે તેને કોર્ડન કરીને ફરી વેનમાં બેસાડી દીધો હતો.

અતીક અહેમદનો કાફલો થોડીવાર માટે ઝાંસી પોલીસ લાઈનમાં રોકાઈ ગયો. અતીક પોલીસ લાઈનમાં રહ્યા બાદ પરિવાર ડરી ગયો હતો. ગુજરાતમાંથી કાફલાને અનુસરી રહેલી અતીકની બહેને એન્કાઉન્ટરનો ભય વ્યક્ત કર્યો હતો. યુપી પોલીસ અતિકને લઈને પ્રયાગરાજ તરફ ઝડપથી આગળ વધી રહી છે. તે સાંજ સુધીમાં પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે.

અતીકને આજે રાત્રે નેલી જેલમાં રાખવામાં આવશે. આવતીકાલે પ્રયાગરાજના સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં હાજર થશે. ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક આવતીકાલે પ્રયાગરાજ કોર્ટમાં હાજર થશે. અતીકના ભાઈ અશરફને પણ બરેલી કોર્ટમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ અશરફે પણ કહ્યું છે કે તેના જીવને ખતરો છે. અતીક અહેમદ 2007ના કેસમાં મુખ્ય આરોપી છે.

અતીકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી
કદાચ એટલે જ ઉમેશ પાલ મર્ડર કેસમાં નામ આવતાં અતીક અહેમદે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને ગુજરાત બહાર ન મોકલવા વિનંતી કરી હતી. અતીકે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે યુપી સરકારના કેટલાક મંત્રીઓના નિવેદનો પરથી લાગે છે કે નકલી એન્કાઉન્ટર થઈ શકે છે. અતીક અહેમદે અરજીમાં કહ્યું હતું કે તેને યુપીમાં ન લાવવામાં આવે અને કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવે અને જો યુપી લાવવામાં આવે તો પણ કેન્દ્રીય દળના રક્ષણ હેઠળ જ તેને યુપીમાં લાવવામાં આવે. જો પોલીસ કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવી હોય તો કોર્ટ પરિસરની આસપાસ ગુજરાત પોલીસની દેખરેખ હેઠળ ગુજરાતમાં જ કરવી જોઈએ.

અતીકે કહ્યું- કોર્ટના ખભા પર બંદૂક મૂકી મને મારી નાખવા માંગે છે!
અતીકની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 28 માર્ચે સુનાવણી થવાની છે, પરંતુ તે પહેલા જ યુપી પોલીસની ટીમ તેને સાબરમતી જેલમાંથી બહાર લઈ ગઈ છે. જેલમાંથી બહાર નીકળતી વખતે અતીકે ફરી એકવાર પોતાના જીવના જોખમ વિશે જણાવ્યું હતું. હકીકતમાં અતીકને બેસવા માટે પોલીસની ગાડી ગેટ પર જ મુકવામાં આવી હતી. જેલમાંથી બહાર આવતા સમયે પણ અતીકને પોલીસે ઘેરી લીધો હતો. તેને કારમાં બેસવા માટે ગેટની બહાર લાવવામાં આવ્યો હતો. પરંતુ કારમાં ચડતા પહેલા અતીકે ફરી એકવાર પોતાના જીવના જોખમ વિશે જણાવ્યું. આ વખતે અતીકનો વકીલ નહીં પણ અતીક પોતે કેમેરા સામે બોલી રહ્યો હતો. અહીં તેણે કહ્યું, ‘તેઓ કોર્ટનું નામ લઈ મારું એન્કાઉન્ટર કરવા માંગે છે.

અતીકને પ્રયાગરાજ કેમ લાવવામાં આવી રહ્યો છે?
ઉલ્લેખનીય છે કે, રાજુ પાલ મર્ડર કેસમાં અતીક અહેમદ મુખ્ય આરોપી છે. ઉમેશ પાલ હત્યા કેસનો માસ્ટર માઇન્ડ પણ છે અને તેના પર 2006માં ઉમેશ પાલનું અપહરણ કરવાનો પણ આરોપ છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં 28 માર્ચે ચુકાદો આવવાનો છે. આ કેસમાં મુખ્ય આરોપી અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ છે. એટલા માટે અતીક અને તેના ભાઈને પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યા છે. અતીકના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અશરફ બરેલી જેલમાં બંધ છે.

Most Popular

To Top