‘જૂનું એટલું સોનું’ આ કહેવત જાણીતી છે. આજના મોર્ડન અને વૈજ્ઞાનિક યુગમાં પ્રાશ્ચાત સંસ્કૃતિ તરફ ઢળેલા યુવાનો આ કહેવતમાં યકીન ધરાવતા નથી. આ યુવાનો ઉપરની કહેવતમાં શ્રધ્ધા રાખનારને જૂનવાણી-રૂઢીચુસ્તો માને છે. આ તેઓની અણસમજ અપરિપકવતા, નાદાની, બુઝુર્ગો પ્રત્યે સુગ લાગણીહીનતા, ગરૂદી દર્શાવે છે. બુઝુર્ગો વડીલો વૃધ્ધો પાસે જ્ઞાન, અનુભવ, નિર્ણયશકિત, દીર્ગદ્રષ્ટિ તટસ્થતા, સંયમ, પ્રેમ, જમાનાની લીલીસુખી જેવા ઉદ્દાત ગુણો છે. બુઝુર્ગોને તરછોડવાને બદલે એમને સન્માન, પ્રેમથી નવાઝો, એમના દિલની દુઆથી આપના સહુના કામો પાર થશે. આપણામાં ઇચ્છા શકિત નિર્ણયને બળ મળશે. બુઝુર્ગોનો આપના ઉપર હંમેશા સદા સુખી રહો સંપન્ન રહો પ્રગતિ કરો, ઇશ્વર અલ્લાહની તમારા ઉપર કૃપા આશીર્વાદ રહો આ તેઓના મીઠા પ્રેમભરા બોલ છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ ભારતીય સંસ્કૃતિની શીખ છે. ભારતની સદા જય હો.
સુરત – મોહસીન એસ. તારવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઓલ્ડ ઇઝ ગોલ્ડ
By
Posted on