નવી દિલ્હી: ફિલ્મ સ્ટાર (Film Star) માટે તેનો ચહેરો જ સર્વસ્વ છે. તેના ગ્લેમર અને ચહેરાની સુંદરતા જોઈને દર્શકો એક કલાકાર (Actor) તરફ આકર્ષાય છે. પરંતુ જો આ ચહેરાને કંઇક થઇ જાય તો તેની લાઇફ પર મોટી અને ખરાબ અસર પડવાની જ છે. પોતાના ચહેરાને બદલવા અને વધુ સુંદર બનાવવા માટે કલાકારોએ પ્લાસ્ટિક સર્જરી (Surgery) દ્વારા તેમના ચહેરાને બગાડ્યાની વાત આપણે બધાએ ઘણી વખત સાંભળી છે. પરંતુ કન્નડ (Kannada) અભિનેત્રી (Actress) સ્વાતિ સતીશ (Swati Satish) સાથે કંઈક અલગ જ થયું છે.
એવું જોવા મળ્યું છે કે સર્જરી પછી અભિનેત્રીઓનો ચેહરો બગડી જાય છે. માહિતી પ્રમાણે કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીશનો ચહેરો રૂટ કેનાલ સર્જરીને કારણે બગડી ગયો છે. અભિનેત્રી સ્વાતિએ એક પ્રાઈવેટ ક્લિનિકમાંથી પોતાના દાંતની રૂટ કેનાલ સર્જરી કરાવી હતી, જેના પછી તેનો ચહેરો ખૂબ જ ખરાબ રીતે સૂજી ગયો હતો. ડૉક્ટરોએ કહ્યું કે આ સોજો થોડા કલાકોમાં ઠીક થઈ જશે, જોકે હવે 20 દિવસ પછી પણ તેના ચહેરા પર એ જ રીતે સોજો છે. જેના કારણે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી છે.
સ્વાતિ સતીશના બગડેલા ચહેરાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેના ચહેરાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે તે ફોટો જોઈને જ ખબર પડે છે. રિપોર્ટ્સનું માનીએ તો સ્વાતિને એનેસ્થેસિયાના બદલે ડોક્ટરોએ સેલિસિલિક એસિડ આપ્યું હતું. માહિતી અનુસાર સ્વાતિ સતીષે ક્લિનિક પર મેડિકલ બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેણી કહે છે કે ડોકટરોએ તેણીને સારવાર વિશે ખોટી માહિતી આપી હતી અને હવે તે ક્લિનિક સામે કાયદાકીય કાર્યવાહી કરવા જઈ રહી છે.
સ્વાતિ સતીશનું એમ પણ કહેવું છે કે તેના કારણે તેની ફિલ્મી કરિયરને અસર થઈ રહી છે. તેની એક ફિલ્મ રિલીઝ થવાની છે. પરંતુ આ સ્થિતિને કારણે તે ઘરની બહાર નીકળી શકતી નથી અને જાહેરમાં જઈ શકતી નથી અને તે ફિલ્મનું પ્રમોશન પણ કરી શકતી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે તેના સૂજી ગયેલા ચહેરાની સારવાર અન્ય મેડિકલ ક્લિનિકમાંથી કરાવી રહી છે.
આ પહેલા કન્નડ અભિનેત્રી ચેતના રાજે તેની ચરબી દૂર કરવાની સર્જરીમાં બેદરકારીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ચેતના પરિવારને જાણ કર્યા વિના આ સર્જરી કરાવવા ગઈ હતી. સર્જરી પછી તેને તકલીફ થવા લાગી, જેના કારણે તેનું મોત થઈ ગયું. ચેતનાના માતા-પિતાએ ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો.