Vadodara

મોદીના બેનરો સાચવવાની જવાબદારી લોકોની પણ : સ્થાયી ચેરમેન

વડોદરા. વડાપ્રધાન જયારે ૧૮ જુને વિવિધ કાર્યક્રમો અંતર્ગત વડોદરા લેપ્રસી મેદાન પર સભા સબોધવાના છે. તે સભામાં આશરે ચાર થી પાંચ લાખ મોદી ભક્તોને આવવાના હોય ત્યારે વિવિધ માર્ગો પર અવર જવર પર પ્રતિબંધ લાગવામાં આવશે. જયારે સભામાં હજારો નાના-મોટા વાહનો પણ આવશે તેમાં તેમની પાર્કિંગ સુવિધા પાલિકા દ્વ્રારા લેપ્રસી મેદાનની આજુબાજુના સોસાયટીના પ્લોટમાં કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરણી એરપોર્ટથી લેપ્રસી મેદાન ચાર કી.મી.માં તે જુના હરણી એરપોર્ટ થી નીકળીને માણેક પાર્ક, ખોડીયાર નગર ચાર રસ્તા, સરદાર એસ્ટેટ થઈને લેપ્રસી મેદાન પર પહોંચીને સભા સંબોધવાના છે.

પ્રવેશ બંધીના પોઈન્ટ
૧ નવા એરપોર્ટથી માણેક પાર્ક તરફ પ્રવેશબંધી
૨ અમિતનગર બ્રીજ ઉપર / નીચેથી માણેક પાર્ક પ્રવેશબંધી
૩ સંગમ ચાર રસ્તાથી માણેક પાર્ક પ્રવેશબંધી
૪ પંચશીલ ત્રણ રસ્તાથી ન્યુ વીઆઈપી રોડ તરફ પ્રવેશબંધી
૫ ધવલ ચાર રસ્તાથી ખોડીયાર નગર પ્રવેશબંધી
૬ પંચમ ઇલાઇટથી ખોડીયાર નગર પ્રવેશબંધી
૭ કિશનવાડી ચાર રસ્તાથી સુપર બેકરી પ્રવેશબંધી
૮ મહાવીર હોલથી સરદાર એસ્ટેટ તરફ પ્રવેશબંધી
૯ વૃદાવનથી સરદાર એસ્ટેટ તરફ પ્રવેશબંધી
૧૦ કમળાનગર તળાવથી સરદાર એસ્ટેટ તરફ પ્રવેશબંધી

પ્રવેશ બંધીના વૈકલ્પિક રૂટ
૧ નવા એરપોર્ટથી જકાતનાકા, મેટ્રો હોસ્પી, થઈ જે-તે તરફ
૨ અમિતનગર બ્રીજ નીચેથી કારેલીબાગ, એલ એન્ડ ટી થી જે-તે તરફ
૩ સંગમ ચાર રસ્તાથી કારેલીબાગ ટાંકી, માંડવી થી જે-તે તરફ
૪ પંચશીલ ત્રણ રસ્તાથી વારસિયા, સંગમ થી જે-તે તરફ
૫ ધવલ ચાર રસ્તાથી વારસિયા, સંગમથી જે-તે તરફ
૬ પંચમ ઇલાઇટથી દરજીપુરા બ્રીજ થી જે-તે તરફ
૭ કિશનવાડી ચાર રસ્તાથી મહાવીર હોલ, સંગમથી જે-તે તરફ
૮ મહાવીર હોલથી સુલેમાની ચાલ, કિશનવાડીથી જે-તે તરફ
૯ વૃદાવનથી ઉમા, પરિવાર, વાઘોડિયા તરફ જઈ શકશે.
૧૦ કમળાનગર તળાવથી આજવા બ્રીજ થઈ જે-તે તરફ
૧૧ હાઇવેથી જાંબુઆ, તરસાલી, કપુરાઈ, તરફથી આવતા વાહન સુશેન સર્કલ, સોમાં તળાવ ચાર રસ્તા, રાજમહેલ રોડ, જેલ રોડ ફતેગંજ સર્કલ, એલ એન્ડ ટી સર્કલ, સમાં સાવલી રોડ થઇ દુમાડ તરફ ખુલ્લો રહેશે.

પાર્કીંગ બેનરના લીરેલીરા ઉડ્યાં
વડોદરા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ૧૮મી જુને વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર રોજે રોજ વિવિધ અધિકારીઓ તથા ભાજપના પદાધિકારીઓ દ્વારા એરપોર્ટ સર્કલ થી લેપ્રસી મેદાનમાં જ્યાં મોદી સભા કરવાના છે ત્યાં આવીને સ્થળની મુલાકાત કરવામાં આવે અને અધિકારીઓને જરૂરી કામગીરી અંગે સૂચનાઓ આપવામાં આવી રહી છે. મોદી આવવાના હોવાથી એરપોર્ટ સર્કલ થી લેપ્રસી મેદાનમાં જ્યાં સભા સંબોધવાના છે ત્યાના વિસ્તારની કાયાપલટ કરી નાખવામાં આવી છે. આ સભામાં ચાર થી પાંચ લાખ જનમેદની ઉમટવાની હોય ત્યારે પાલિકા દ્વારા મોદી ભક્તોની નાની મોટી ગાડીઓ અને બસ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પાલિકા દ્વારા જ્યાં પાર્કિંગ સ્થળ છે ત્યાં પાર્કિંગના બેનરો લગાડવામાં આવ્યા છે તે બેનરોની ખાલી ફક્ત ફ્રેમોમાં જ જોવા મળી રહી છે પાર્કિંગના બેનરો ફાટી ગયા છે. આમ હજુ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવવા માટે બે દિવસ બાકી છે તે પૂર્વે જ બેનરો ફાટી ગયેલી હાલતમાં આજે જોવા મળ્યા હતા. (તસવીર રણજીત સૂર્વે)

કાર્યક્રમ સ્થળે લોકોને પહોંચવા માટે બેનરો લગાવાયા છે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ૧૮મી જુને વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળે લોકોને પહોચવા માટે જે બેનરો પાર્કિગ માટે લગાયા હતા તે બેનરો સાચવવાની જવાબદારી પણ શહેરીજનોની છે જેથી કરીને લોકો આસાનીથી સભા મંડપ સુધી પહોચી શકે. –
ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન

  • પાર્કિંગની જગ્યામાં ૫૯૧૫ કાર પાર્કિગ,૪૭૦ લોકલ સીટી બસ,૬૯૫૪ બસ પાર્ક થશે
    ૧.સરદાર એસ્ટેટ ચાર રસ્તાની દક્ષીણ ભાગ-VVIP કાર-૩૫૬ મીટર, ૨.મારૂતી ડુપ્લેક્ષની દક્ષીણ ભાગમા-VIP કાર -૨૩૨ મીટર
  • ૩.શીલ્પ રેસીડેંસીની પબ્રચચમ ભાગ-સીટી લોકલ બસ- ૨૧૧ મીટર, ૪.શીલ્પ રેસીડેંસીની દક્ષીણ ભાગ-સીટી લોકલ બસ-૧૭૩ મીટર
  • ૫.શીલ્પની રેસી. પુવવ ભાગમા-લોકલ કાર- ૨૭૬ મીટર, ૬.મીત રેસીડેન્સીની દક્ષીણમા-લોકલ કાર- ૩૮૩ મીટર
  • ૭. મીત રેસીડેન્સીની ઉત્તરમા-લોકલ કાર – ૪૬૧ મીટર, ૮. ભવંસ પાટી પ્લોટની દક્ષીણ ભાગ-લોકલ કાર -૮૨૯ મીટર
  • ૦૯. ભવંસ પાટી પ્લોટની દક્ષીણમા- લોકલ કાર -૯૭૫ મીટર, ૧૦. સીધ્ધેચવર હીલ સ્ટોનની પુવવ ભાગમા- લોક્લ કાર- ૧૨૬૨ મીટર
  • ૧૧. L&T નોલેજ સીટીની પબ્રચચમમા- છોટા ઉદેપુર- ૧૫૦૪ મીટર, ૧૨. શીવમ સ્કાય અન્નપુણાવ હોટલ- વડોદરા ગ્રામ્ર્- ૧૨૩૪ મીટર
  • ૧૩. VR ઈમ્પેરીયર અને મેકડોનાલ્ડ પહેલા- વડોદરા ગ્રામ્ર્- ૧૪૪૬ મીટર, ૧૪. TATA મોટસવ ની બાજુમા- વડોદરા ગ્રામ્ર્- ૧૩૮૫ મીટર,૧૫. દીનદયાળ ઉપાધ્યાયની દક્ષીણ- ખેડા- ૧૯૩૯ મીટર, ૧૬. સીધ્ધેચવર સાગરની પુવવ ભાગમા- આણંદ-૧૫૩૦ મીટર
  • ૧૭. ઋદ્રાક્ષ ફરવેરા ફ્લેટની દક્ષીણ ભાગમા- આણંદ- ૧૫૫૧ મીટર,૧૮. પંચાલ નગરની દક્ષીણ ભાગમા- આણંદ- ૩૫૯ મીટર
  • ૧૯. સીધ્ધનાથ પાકવ હાઈવે ટચ – પંચમહાલ- ૨૩૭૪ મીટર,

Most Popular

To Top