નવસારી જિલ્લામાં 8 કેસ વધ્યા, ચાર દિવસમાં એક પણ મોત નહીં

નવસારી : નવસારી જિલ્લામાં (Navsari District) છેલ્લા ચાર દિવસથી એક પણ દર્દીનું મોત નીપજ્યુ ન હતુ. જ્યારે આજે જિલ્લામાં વધુ 8 કેસ વધતા જિલ્લામાં કુલ 1040 કેસો નોંધાયા છે. છેલ્લા ચાર દિવસથી નવસારી જિલ્લામાં એક પણ કોરોના પોઝીટીવ દર્દીનું મોત નીપજ્યુ નથી. જે ખુબ જ સારી બાબત છે.હાલ 101 કોરોના પોઝીટીવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે.

નવસારી જિલ્લામાં 8 કેસ વધ્યા, ચાર દિવસમાં એક પણ મોત નહીં

નવસારી જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે. જોકે આજે પોઝીટીવ કેસોના (Positive Cases) આંકડામાં ઘટાડો થયો છે. પરંતુ વધતા કેસોને પગલે કોરોનાને પગલે મોત પણ નીપજી રહયા હતા. જોકે છેલ્લા ચાર દિવસથી નવસારી જિલ્લામાં એક પણ કોરોના પોઝીટીવ દર્દીનું મોત નીપજ્યુ નથી. જે ખુબ જ સારી બાબત છે. પરંતુ આજે જિલ્લામાં વધુ 8 કેસો કોરોના પોઝીટીવના નોંધાયા છે. જેમાં ચીખલી તાલુકામાં 3, નવસારીમાં 2, વાંસદા તાલુકામાં 1, વિજલપોરમાં 1 અને બીલીમોરામાં 1 નોંધાયા છે. હાલ જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવનો આંકડો 1040 પર પહોંચ્યો છે. જોકે હાલ 101 કોરોના પોઝીટીવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે.

નવસારી જિલ્લામાં 8 કેસ વધ્યા, ચાર દિવસમાં એક પણ મોત નહીં

સંઘ પ્રદેશ દમણમાં રવિવારનાં રોજ વધુ 6 કેસ કોરોના પોઝેટીવનાં દાખલ થવા પામ્યા હતા. જેને લઈ પ્રદેશમાં એક્ટિવ કોરોના પોઝેટીવ કેસની સંખ્યા 54 થવા પામી છે. આજરોજ વધુ 23 જેટલા દર્દીઓ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપાવમાં આવી હતી. અત્યાર સુધીમાં 1070 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી સંપૂર્ણ પણે સાજા થવામાં સફળ રહ્યા છે. રવિવારનાં રોજ ફક્ત એક જ કન્ટેઈમેન્ટ ઝોનનો વધારો થવા પામ્યો હતો. જેને લઈ હવે પ્રદેશમાં 35 જેટલા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થવા પામ્યા છે.

નવસારી જિલ્લામાં 8 કેસ વધ્યા, ચાર દિવસમાં એક પણ મોત નહીં

ઘેજ: ચીખલી તાલુકામાં વધુ ત્રણ જેટલા કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના બામણવેલ ગામની ૪૫ વર્ષીય ઘરકામ કરતી મહિલા નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તથા સંપર્કમાં આવેલા ૨૨ જેટલાને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતાં. ચીખલીમાં મહાદેવનગર નજીક ચિત્રકુટ રેસિડેન્સીમાં ૨૫ વર્ષીય યુવાન શરદી – ખાંસી – તાવની બીમારીમાં સપડાયા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને નવસારીની કોવિડ-૧૯ હોસ્પિટલમાં ખસેડી સંપર્કમાં આવેલા છ જેટલાને ક્વોરન્ટાઇન કરાયાં હતાં. આ ઉપરાંત સમરોલીના રામનગરમાં ૩૬ વર્ષીય મહિલાને શરદી ખાંસી-તાવની ફરિયાદ સાથે કોરોના પોઝિટિવ આવતા તેમને તથા સંપર્કમાં આવેલા અન્ય છ જેટલાને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતાં.

Related Posts