ભારે વરસાદમાં દીવાલ પડતા શ્રમિક પરિવારના 5 સભ્યોના મોત

સુરત : દાદરા નગર હવેલીના સુરંગીની એક નવી કંપનીની કન્ટ્રક્શનની (Company Construction) કામગીરી ચાલી રહી હતી, જ્યા પ્રોટેક્શન દીવાલ (Protection wall)ની બાજુમાં મજૂરો ઝૂંપડું બાંધી રહેતા હતા. ભારે વરસાદ (Heavy Rainfall)ને કારણે દીવાલ ધરાશાઇ (wall collapsed) થતાં તે ઝૂંપડા પર પડ્યું અને મજૂરો પર તે દિવાલ પડી હતી. દિવાલ પડી જતા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત (Five persons died on the spot) થયા હતા અને બે વ્યક્તિ ઘાયલ થતા તેઓને સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલ (Vinobabhave Civil Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતાં.

ભારે વરસાદમાં દીવાલ પડતા શ્રમિક પરિવારના 5 સભ્યોના મોત

સુરંગીની નવનિર્મિત મહેશ્વરી પોલિકેમ કંપની (Maheshwari Polychem Company)ની પ્રોટેક્શન વોલની બાજુમાં ઝૂંપડું બનાવી મજૂરો રહેતા હતા, દરમ્યાન રાત્રે ભારે વરસાદના કારણે અચાનક પાણીનું વહેણ વધી જતા દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ ગયી હતી, જે ઝુંપડા પર પડતા ઝૂંપડીમાં સુતેલા મજૂરો તેમાં દબાઈ ગયા હતા.

ભારે વરસાદમાં દીવાલ પડતા શ્રમિક પરિવારના 5 સભ્યોના મોત

આ ઘટનાની જાણ થતા ખાનવેલ પોલીસ (Khanvel Police) અને ફાયરની ટીમે (Fire team) પહોંચી કાટમાળને દુર કરતા તેમાંથી પાંચ મૃતક રાજુ બાપુ જાદવ (ઉ.વ.35), અશ્વિન જયરામ (ઉ.વ.19), બાલુ કાકડ (ઉ.વ.40), જહિર સોમા (ઉ.વ.46), (તમામ રહે, સીંદોની) એક જ પરિવારના હતા. જ્યારે આ ઘટનામાં બે વ્યક્તિ કિરણ દેવજી અને જયેશ દેવજી ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે વિનોબભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીંદોની ગામ(Sindoni village)માં એક જ પરિવારના ચાર વ્યક્તિના મોત થતા ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા એસપી શરદ દરાડે, ખાનવેલ આરડીસી રાજીવ રંજન (Rajiv Ranjan), મામલતદારે પહોચી ઘટનાનું નિરીક્ષણ કર્યું હતુ અને કંપનીની સામે બેદરકારીનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રોજ ઘરે જતા શ્રમિકો વરસાદને કારણે રોકાઇ ગયા ને મોત મળ્યું

ગામના સરપંચ વિપુલ ભૂંસારા (Vipul Bhunsara)એ જણાવ્યું હતું કે મરનાર ચાર વ્યક્તિ અમારા ગામના છે અને એક જ પરિવારના છે, જેઓ આ કંપનીમાં કામ કરતા હતા, જેઓ દરરોજ ઘરે આવી જતા હતા, પરંતુ મંગળવારે ભારે વરસાદ હોવાને કારણે ત્યા જ રોકાઈ ગયા હતા. રાત્રે જ્યારે ભર ઊંઘમાં હતા, ત્યારે અચાનક દિવાલ પડતા ઝૂંપડું તૂટી પડતા આ ગોઝારી ઘટના બની હતી. પ્રશાસને મૃતકના પરિવારને ચાર ચાર લાખ આપવાની જાહેરાત કરી છે અને જે બે વ્યક્તિ ઘાયલ છે તેઓને પણ લેબર વિભાગના નિયમ અનુસાર યોગ્ય વળતર આપવાની જાહેરાત કરી છે.

Related Posts