ચીન પાંગોંગ સરોવરના ફિંગર ફોર પર કબ્જો કરવાની ફિરાકમાં

નવી દિલ્હી,: લડાખના પેંગોંગ ત્સો વિસ્તારમાં ચીનની વધી તૈનાતીને ભારતીય સશસ્ત્ર દળના ટોચના અધિકારીઓ મોટી ચિંતાનો વિષય માની રહ્યા છે. સંઘર્ષનું સ્થળ જ્યાં બંને પક્ષ સામસામે ઊભા છે તે પેંગોંગ સરોવરનો ફિંગર ફોર વિસ્તાર છે.

સેટેલાઈટથી લેવાયેલી હાઈ-રિઝોલ્યુશન તસવીરોનું સેટેલાઈટ ઈમેજના નિષ્ણાંત કર્નલ વિનાયક ભાટે (નિવૃત્ત) વિશ્લેષણ કર્યું હતું જે મુજબ ચીની સેના ભારતની અગ્ર સ્થિતિની અગવણના કરી ફિંગર ફોરની ટોચ પર આવેલા મહત્વપૂર્ણ રીજલાઈન પર કબ્જો કરે તેવી શક્યતા છે.

ફિંગર ફોર અને ફિંગર એટના પૂર્વી ભાગોની સેટેલાઈટ તસવીરોમાં ચીની વાહનો, ટેન્ટ, બોટ વિગેરે દેખાઈ હતી. પણ નવી સેટેલાઈટ તસવીરોમાં ચિંતાના સંકેત દેખાય છે. તેમાં દેખાય છે કે ચીની જવાનો ફિંગર ફોર રીજલાઈન પર ટોચની સ્થિતિને કબ્જે કરવા નાના પફ ટેન્ટનો ઉપયોગ કરી શકે છે.કર્નલ વિનાયકે નોંધ લીધી હતી કે ‘ફિંગર ફોરના લોઅર રીજલાઈન પર કોઈ મોટા ટેન્ટના સંકેત નથી, નવા બનેલા કત્થઈ રંગના સ્પોટ સંતાડેલા પફ ટેન્ટ હોઈ શકે છે જે ચીની સેના દ્વારા ઉપયોગ કરાય છે.પર્વતીય યુદ્ધમાં ટોચના સ્થળ પર કબ્જો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ સ્થિતિથી વિરોધી પક્ષ પર સારી રીતે નજર રાખી શકાય છે.

ફિંગર ફોરથી ફિંગર સિક્સ સુધીના આશરે 10 કિ.મી. વિસ્તારમાં ભારે સૈન્યકરણ કરાયું હોવાનું દેખાય છે ત્યાં વાહનો ફરતા દેખાય છે. ફિંગર 4થી ફિંગર 8 સુધીમાં નિર્માણ કાર્ય 15 જૂનના બનાવ પહેલાં ગલવાન ખીણમાં કરાયેલા નિર્માણ કરતા વધુ વ્યાપક છે.

સ્થિતિ વણસી: સૈનિકોએ જે બાંધકામ તોડી શહીદી વ્હોરી એ પાછું ચીને બાંધી લીધું

ગુરુવારે સોશિયલ મીડિયા પર મૂકાયેલ હાઇ રિશોલ્યુશન સેટેલાઇટ ઇમેજ બતાવે છે કે લડાખના પાંગોંગમાં ચીનની સ્થિતિ મજબૂત બની રહી છે. આ વિસ્તાર પર ભારતનો દાવો છે. અહીં બેઉ દેશોની સેનાની પીછેહઠ નથી થઈ. ફિંગર 4 અને ફિંગર 6 વચ્ચે ભારતના દાવાવાળા વિસ્તારમાં નોંધપાત્ર ચીની બાંધકામ થયું છે. 15 જૂને ભારતીય સૈનિકોએ જે બાંધકામ તોડીને શહીદી વ્હોરી એ પણ પાછું બાંધી લેવાયું છે.

Related Posts