Gujarat

ગાંધીનગર કોંગ્રેસના 20 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં નિરાશાજનક દેખાવ બાદ પ્રદેશ કોગ્રેસમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. ગાંધીનગરમાં કોંગ્રેસના પરાજય બાદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપસર 20 જેટલા પદાધિકારીઓ અને કાર્યકરો સામે કડક

કાર્યવાહી હાથ ધરી પક્ષના પ્રાથમિક સભ્યપદેથી આગામી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર કોગ્રેસના પ્રમુખ અરવિંદસિંહ સોલંકી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું છે કે સંબંધિત સભ્યોએ પક્ષના અધિકૃત ઉમેદવારોને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ કરી હતી. આ આરોપોને આધારે તેમને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી આગામી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયેલા કાર્યકરોમાં દહેગામ, માણસા અને કલોલ વિસ્તારના અગ્રણીઓનો સમાવેશ થાય છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી સ્થાનિક સ્તરે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન બાદ હવે પક્ષની અંદર સંગઠનની સ્થિતિ અને નેતૃત્વને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે હાર પાછળ સંગઠનાત્મક નબળાઈ અને કાર્યકરો સાથે સંકલનનો અભાવ મુખ્ય કારણ બની રહ્યા છે.

Most Popular

To Top