૧૪ કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરેલા તળાવની દિવાલના કાંગરા ખર્યા

(પ્રતિનિધિ)આણંદ, તા.૧૪ ભાજપ શાસીત પાલિકાઓમાં ભ્રષ્ટાચારને વેગ મળવા પામતો હોય ભ્રષ્ટાચાર મુકત શાસનના દાવા કરતી સરકારના જ દિવા તળે અંધારૂંની સ્થિતિ સર્જાવા પામી છે ત્યારે સરદાર પટેલની કર્મભુમી કરમસદ પર ભ્રષ્ટાચારના પોપડા સર્જાવા પામી રહયા હોય ૧૪ કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલ કરમસદ તળાવ ફરતે દિવાલના કાંગરા ખરવા પામતા ચર્ચાનો મુદ્દો બનવા પામ્યો હોવાનું જાણવા મળેલ છે.

૧૪ કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરેલા તળાવની દિવાલના કાંગરા ખર્યા

પ્રા વિગતો અનુસાર સાત વર્ષ પુર્વ કોંગ્રેસના રાજમાં વકરેલ ભ્રષ્ટાચાર પર આંગળી ચીંધાવા પામતા વર્તમાન શાસકોએ ભ્રષ્ટાચાર મુકત શાસનના દાવા કર્યા હતા. અને તેના આધારે રાજય સરકાર દ્વારા થયા ભ્રષ્ટાચાર મુકત શાસનના દાવા કરવામાં આવી રહયા છે.

પરંતુ વિપક્ષ પર ભ્રષ્ટાચાર મુદ્દે એક આંગળી સામે પોતાની તરફ ત્રણ આંગળી ચીંધાવા પામી રહી હોય તેમ આણંદ પંથકની ભાજપ શાસીત પાલિકાઓમાં તળીયાથી નળીયા સુધી ભ્રષ્ટાચાર વકરી રહયાની અવારનવાર આશંકાઓ ઉઠવા પામી રહી છે ત્યારે સરદાર પટેલની કર્મભુમી કરમસદ ખાતે આવેલ તળાવનું કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કરવા અગાઉ પુર્વ સાંસદ દ્વારા વડાપ્રધાન મોદી સમક્ષ  પાયલોટ પ્રોજેકટ રજૂ કર્યો હતો અને તેના આધારે બાદમાં રાજય સરકાર પાસે તળાવના બ્યુટીફીકેશન માટે રૂપિયા ૨૫ કરોડની ગ્રાંટની માંગ કરવામાં આવતા જે તે સમયે પુર્વ સાંસદ તથા મુખ્યમંત્રી વચ્ચે શાબ્દીક ટપાટપી પણ થવા પામી હતી.

પરંતુ આખરે કરમસદ તળાવ બ્યુટીફીકેશન અંતગ૪ત સરકાર દ્વારા રૂપિયા પંદર કરોડની ગ્રાંટ ફાળવવામાં આવતા તળાવનું બ્યુટીફીકેશનનું કાર્યારંભ થવા પામ્યું હતું. પરંતુ મલાઈ ખાવાના રચાયેલ ખેલ તળાવ નું બ્યુટીફીકેશન કરાયાના ટુંકાગાળામાં જ ઉજાગર થવા પામ્યું હોય તેમ સરદાર પટેલની કર્મભુમી પર ભ્રષ્ટાચારના પોપડા ઉજાગર થયા હોય કરમસદ તળાવ ફરતે બનાવવામાં આવેલ દિવાલમાં ઠેર ઠેર કાંગરા ખરી પડવા પામતા સરકારના ભ્રષ્ટાચાર મુકત શાસનના દાવા ના દિવા તળે અંધારૂંની સ્થિતિ નિર્માણ થવા પામી હોવાની ચર્ચા ઉઠવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ ખાતે પણ શહેરના બે મુખ્ય તળાવ ગોપા તળાવ તથા લોટેશ્વર તળાવના બ્યુટીફીકેશન પાછળકરોડોના આંધણ કરાયા બાદ લોટેશ્વર તળાવ ફરતે દિવાલ પર કાંગરા ખરી પડવા પામતા લોટેશ્વર તળાવમાં ભ્રષ્ટાચારના લોટા ભરાવા પામ્યા હોવાના સંદેહ વ્યકત થવા પામ્યા હતા ત્યારે હાલમાં ભલે પાલિકાઓના ચૂંટણી જંગ ત્રણ માસ લંબાવા પામ્યા. પરંતુ ત્રણ માસ બાદ યોજાનાર ચૂંટણી જંગમાં વિપક્ષ પર ભ્રષ્ટાચારનું હલ્લાબોલ કરી આંગળી ચીંધનાર શાસકપક્ષ તરફ ભ્રષ્ટાચાર મુદ્દે ત્રણ અન્ય આંગળી તકાવા પામી હોય ચુંટણી જંગમાં આ મુદ્દો નડવા પામે તેવી શકયતા જાવામાં આવી રહયાનું જાણવા મળેલ છે.

પાલિકાના નામે ખરીદાયેલ મશીનનો ખાનગી ટ્રસ્ટમાં ઉપયોગ

૧૪ કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરેલા તળાવની દિવાલના કાંગરા ખર્યા

(પ્રતિનિધિ) આણંદ, તા. ૧૪        કરમસદ પાલિકામાં મલાઈ વહીવટ ખેલ થવા પામી રહયા હોય તેમ અગાઉ તળાવનું પાણી પીવાલાયક બનવા પામે તેવા આશયથી પાલિકા દ્વારા રૂપિયા ત્રણ કરોડના ખર્ચે સફાઈ મશીન નં. ૨ ખરીદ કરાયા હતા. જે પૈકી એ મશીન તળાવ ખાતે મુકાયું હતું. પરંતુ બીજુ મશીન કયાં ? જેવા સવાલ સાથે જા બીજુ મશીન ગુમ થવા પામ્યું હોય તો પોલીસ ફરીયાદ કરવામાં આવી છે કે કેમ ? ના સવાલ ચર્ચાની એરણે ઉઠવા પામવા સાથે જ તપાસ હાથ ધરતા બીજુ મશીન ખાનગીટ્રસ્ટ હેઠળ ચાલતી શાળા સંકુલમાં મુકવામાં આવ્યાનું ઉજાગર થવા પામતા પાલિકાના ખર્ચે અન્યને લાભ અને તેના આંચળા હેઠળ વાહવાહી ના રચાયેલ ખેલ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.

Related Posts