ઈરાનમાં એક જ દિવસમાં 139 લોકોનાં મૃત્યુ, 3076 નવા પૉઝિટિવ કેસો નોંધાયા

ઈરાનમાં શનિવારે નોવેલ કોરોના વાયરસના કારણે વધુ 139 લોકોનાં મૃત્યુ થયાં હતાં જેના પગલે સત્તાવાર મૃત્યુઆંક 2517 પહોંચ્યો હતો.
કોરોન વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશો પૈકી એક ઈરાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા કિયાનોશ જહાંપોરે કહ્યું હતું કે છેલ્લા એક દિવસમાં વધુ 3076 પૉઝિટિવ કેસ નોંધાયા હતા જેના પગલે દેશમાં કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 35408 થઈ હતી.
‘હૉસ્પિટલમાં દાખલ દરદીઓ પૈકી 3026 લોકોની સ્થિતિ ગંભીર છે. અત્યાર સુધી 11679 દરદીઓ સાજા થઈ ગયા છે અને તેમને હૉસ્પિલમાંથી રજા આપવામાં આવી છે.
જહાંપોરે કહ્યું હતું કે અત્યાર સુધી 57 મિલિયન નાગરિકોની સ્ક્રીનીંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે જે માહિતીઓ મળી છે તે મહત્વપૂર્ણ છએ અને શરૂઆતના તબક્કામાં ખબર પડી જાય અને તેની સારવાર કરાય તેમાં મદદરૂપ છે.
ઈરાન સરકારે અઠવાડિયાઓ સુધી લોકોને અપીલ કરી હતી કે તેઓ ઘરમાં રહે પણ પર્સિયન નવવર્ષની રજાઓમાં હજારો લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને પોતાના પરિવાર અને મિત્રોને મળવા નીકળી પડયા હતા ત્યારબાદ ઈરાન સરકારે નવા સખત પગલાં લીધા છે.
આ પગલાંઓમાં માર્ગ મારફતે એક શહેરથી બીજા શહેર જવું ગુનો છે અને તેમાં દંડ ઉપરાંત વાહન પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે. આ પ્રતિબંધો 8 એપ્રિલ સુધી લાગુ રહેશે.

Related Posts