મઢીના 22 વર્ષના યુવકને આધાર કાર્ડમાં 122 વર્ષનો બતાવી દેવાતા યુવકનું જીવન દૂષ્કર બન્યું

બારડોલી: બારડોલીના (Bardoli) મઢી ગામમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. તમે યુવકને જુઓ તો તે 22 વર્ષનો લાગે પણ સરકારી રેકોર્ડ (Government Record) મુજબ તેની ઉંમર 122 વર્ષની છે. તેનો જન્મ આધાર કાર્ડ મુજબ 20મી કે 21મી નહીં પણ 19મી સદીમાં થયો છે. આટલું વાંચીને તમે ચોંકી ગયા હશો પણ આ સત્ય છે. અને આ સત્ય બનાવ્યું છે આધાર કેન્દ્ર પર કામ કરતાં કોમ્પ્યુટર ઓપરેટરોએ (Computer Operator).મઢી ગામના બેડી ફળિયામાં રહેતા યતિનકુમાર બાલુભાઈ ચૌધરી સાથે. તેમણે આજથી પાંચેક વર્ષ પહેલા આધાર કેન્દ્ર પર પોતાનો આધાર કાર્ડ (Adhaar Card) ઇશ્યૂ કરાવ્યો હતો. જેમાં તમામ વિગતો યોગ્ય લખાય હતી પરંતુ તેની જન્મ તારીખમાં 22/07/1998ની જગ્યાએ ઓપરેટરે ભૂલથી 22/07/1898 કરી દીધું હતું. આથી તે સરકાર માન્ય આધાર કાર્ડ પર તેની ઉંમરમાં સીધો 100 વર્ષનો વધારો થઈ ગયો હતો.

મઢીના 22 વર્ષના યુવકને આધાર કાર્ડમાં 122 વર્ષનો બતાવી દેવાતા યુવકનું જીવન દૂષ્કર બન્યું

આધારકાર્ડ હોય કે વોટિંગ કાર્ડ કે અન્ય કોઈ પણ સરકારી દસ્તાવેજ હોય તેમાં નામ, સરનામા કે જન્મતારીખ લખવામાં ભલે ઓપરેટરે ભૂલ કરી હોય પરંતુ તેની એક ભૂલ લોકોને દોડતા કરી મૂકે છે. આવું જ બન્યું છે બારડોલી તાલુકાનાં મઢી ગામના બેડી ફળિયામાં રહેતા યતિનકુમાર બાલુભાઈ ચૌધરી સાથે. તેમણે આજથી પાંચેક વર્ષ પહેલા આધાર કેન્દ્ર પર પોતાનો આધાર કાર્ડ ઇશ્યૂ કરાવ્યો હતો. જેમાં તમામ વિગતો યોગ્ય લખાય હતી પરંતુ તેની જન્મ તારીખમાં 22/07/1998ની જગ્યાએ ઓપરેટરે ભૂલથી 22/07/1898 કરી દીધું હતું. આથી તે સરકાર માન્ય આધાર કાર્ડ પર તેની ઉંમરમાં સીધો 100 વર્ષનો વધારો થઈ ગયો હતો. અન્ય દસ્તાવેજ અને આધારકાર્ડની જન્મ તારીખમાં ફરક હોય તેના કોઈ સરકારી કામ, બેન્ક એકાઉન્ટ કે સરકારી નોકરી મેળવવામાં પણ તેને આ એક આંકડો બાધારૂપ બની રહ્યો છે.

મઢીના 22 વર્ષના યુવકને આધાર કાર્ડમાં 122 વર્ષનો બતાવી દેવાતા યુવકનું જીવન દૂષ્કર બન્યું

યુવક બારડોલી પાલિકામાં ગયો તો કહ્યું, આ સુધારો મુંબઈમાં જ કરાવી શકાય
મંગળવારના રોજ યુવક બારડોલી નગરપાલિકા ખાતે કાર્યરત આધાર કેન્દ્ર પર સુધારો કરાવવા માટે પહોંચ્યો હતો. ત્યાં ઓપરેટરે ઉંમરમાં મોટો ફરક હોય આ સુધારો મુંબઈમાં જ કરાવી શકાય એમ કહી સુધારો કરાવવાની ના કહી દીધી હતી. યુવકે જણાવ્યુ હતું કે, મારે આ એક આંકડાની ભૂલને કારણે ભટકવું પડી રહ્યું છે. હું નથી બેન્કમાં મારૂ ખાતું ખોલાવી શકતો કે નથી કોઈ નોકરી કે સરકારી લાભ મેળવી શકતો. ઓપરેટરની ભૂલને કારણે મારે ભટકવું પડી રહ્યું છે.

Related Posts