મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના 1160 સિરામિક ઉદ્યોગોમાં પ્રાણ પુરાશે

ગાંધીનગર: રાજ્ય સરકારે મંગળવારે રાજ્યના સિરામીક ઉદ્યોગો (Ceramics industry of Gujarat) ને ગેસ બિલમાં 16 ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી મોરબી (Morbi), સુરેન્દ્રનગર (Surendranagar) અને સાબરકાંઠા (Sabarkantha)ના કુલ 1160 સિરામીક ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ (Gujarat Gas Company Limited) અને સાબરમતી ગેસ લિમિટેડ (Sabarmati Gas Ltd.) ગેસના બિલમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (Standard Cubic Meter – SCM) રૂ. 2.50 વધારાની રાહત મળશે. આ ઉદ્યોગોને પ્રતિ SCM રૂ. 2(બે)ની બિલ રાહત આપ્યા બાદ મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક (High level seating)માં વધારાના રૂ. 2.50ની રાહતનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયને પરિણામે રાજ્યના સિરામીક ઉદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પિટ (Competing in the world market) કરી શકશે-એક્સપોર્ટ વધારી શકાશે. સાથે જ વધુ વિદેશી હુંડિયામણ મેળવી શકશે.

મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના 1160 સિરામિક ઉદ્યોગોમાં પ્રાણ પુરાશે

કોરોના મહામારી (Corona pandemic)નાં કારણે સિરામિક ઉદ્યોગો (Ceramic industries) મુશ્કેલ સમયગાળામાંથી પસાર થઇ રહ્યા હોવાની મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) સમક્ષ આ ઉદ્યોગકારોએ કરેલી રજૂઆતનો પ્રતિસાદ આપતાં રાજ્ય સરકારે સિરામિક ઉદ્યોગોને મદદરૂપ થવાના આશયથી ગેસ બિલમાં આ વધારાની રૂ. 2.50ની રાહતનો નિર્ણય કર્યો છે.

સિરામીક ઉદ્યોગોને ગેસ બિલમાં ૧૬ ટકાની રાહત

હવે તા. 8 સપ્ટેબરથી ગેસના ભાવોમાં આ રૂ. 2.50ની છૂટ પછી કુલ રૂ. 4.50ની રાહત દ્વારા ગેસના નવા ભાવ રૂ. 24.91 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) થયા છે. આ ભાવ મે – 2020 માસના ભાવની તુલનાએ 16 ટકા ઓછા છે. આમ, રાજ્યના સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16 ટકાની રાહત મળી છે.

મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના 1160 સિરામિક ઉદ્યોગોમાં પ્રાણ પુરાશે

રાજ્ય સરકાર (State Government)ના અધિકારીઓના જણાવ્યા મુજબ આ પગલાથી ગુજરાતના સિરામિક્સ ઉદ્યોગના હરીફો વિશ્વ બજારમાં ભાગ લેશે અને નિકાસને વેગ મળશે. ઉદ્યોગ હાલના કોવિડ -19 પરિસ્થિતિને લઈને રફ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. મોરબી એ દેશની સૌથી મોટી સિરામિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર (Ceramics manufacturing cluster) છે જેમાં ઓછામાં ઓછા 850 એકમો છે. આ પગલું ઉદ્યોગ માટે રાહતરૂપ (Relief) બનશે, કારણ કે તેમનો ઉત્પાદન ખર્ચ (Production costs) ઘટશે. “આનાથી ઉત્પાદન ખર્ચમાં 5% ઘટાડો થશે અને ઉદ્યોગો વધુ સ્પર્ધાત્મક બનશે. તે સેક્ટરમાં વધુ રોકાણ લાવવામાં પણ મદદ કરશે, એમ મોરબી સિરામિક્સ એસોસિએશન (એમસીએ)ના પ્રમુખ નિલેશ જેટપરીયા (Nilesh Jetpariya) એ જણાવ્યું હતું.

Related Posts