પેંગોંગ તળાવના દક્ષિણ કિનારે ચીને 10 હજાર સૈનિકો ગોઠવ્યા, અરૂણાચલમાં પણ દેખાઈ હલચલ

પૂર્વી લદ્દાખના પેંગોગ તળાવની દક્ષિણ તરફ, ભારતીય સેના ચીની સૈનિકોનો બરાબર સામનો કરી રહી છે. ભારતની કાર્યવાહીથી ગભરાયેલા ચીને નવા દાવપેચનો પ્રયાસ શરૂ કર્યો છે. ચીને ભારતની દેખાદેખી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તેના સૈનિકોની તહેનાત વધારી દીધી છે. એએલસી પાસે ચીની આર્મી પીએલએના કુલ 52,000 સૈનિકો છે, જેમાંથી 10 હજાર ફક્ત પેંગોગ તળાવના દક્ષિણ કાંઠે જ તૈનાત છે. પેંગોંગ તળાવની સાથે અરુણાચલ પ્રદેશના એએલસી પાસે પણ ચીની સૈન્યની ગતિવિધિને ભારતે જોઈ છે. ત્યારબાદથી ભારતીય સૈન્ય તૈયાર છે.

પેંગોંગ તળાવના દક્ષિણ કિનારે ચીને 10 હજાર સૈનિકો ગોઠવ્યા, અરૂણાચલમાં પણ દેખાઈ હલચલ

સરકારી સૂત્રોએ એક ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું કે, અરુણાચલ પ્રદેશના એલએસી નજીકના બે વિસ્તારોમાં ચીની સૈનિકોની પ્રવૃત્તિઓ જોવા મળી છે. PALA એ અરુણાચલ પ્રદેશમાં અસાફિલા અને ફિશટેલ સેક્ટર 2 માં ગતિવિધિ જોઈ છે. આ વિસ્તાર ભારતીય ક્ષેત્રથી 20 કિમી દૂર છે. તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશના 5 યુવાનોના ગાયબ થયા બાદ ચીને ભારતના આ રાજ્યને તેનો ભાગ જાહેર કર્યું હતું. ત્યારથી, ભારતીય સેનાએ અંજાવ જિલ્લામાં વધારાના જવાનોનું એક સૈન્ય તૈનાત કર્યું હતું.

પેંગોંગ તળાવના દક્ષિણ કિનારે ચીને 10 હજાર સૈનિકો ગોઠવ્યા, અરૂણાચલમાં પણ દેખાઈ હલચલ

જણાવી દઈએ કે પેંગોગ તળાવના દક્ષિણ કાંઠે 29-30 ઓગસ્ટની રાત્રે ચીનનો ભારત તરફ ઘુસણખોરીના પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યું હતું. ત્યારબાદથી બંને તરફના દળો આ વિસ્તારમાં તહેનાત કરવામાં આવ્યા છે. આ માહિતી ભારતીય સુરક્ષા દળોના તાજેતરના વિગતવાર મૂલ્યાંકનમાં બહાર આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને ભારતની દેખાદેખી આ વિસ્તારમાં પોતાના સૈન્ય વધાર્યા છે.

પેંગોંગ તળાવના દક્ષિણ કિનારે ચીને 10 હજાર સૈનિકો ગોઠવ્યા, અરૂણાચલમાં પણ દેખાઈ હલચલ

પેન્ગોન્ગ સરોવર વિસ્તારમાં ભારત-ચીન વચ્ચે ગત સપ્તાહે 100-200 રાઉન્ડ ફાયર થયું હતું

ભારત-ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે 10 સપ્ટેમ્બરે મોસ્કોમાં યોજાયેલી મીટિંગ પહેલાં લદાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગોળીબાર થયો હતો. સૂત્રોના હવાલાના રિપોર્ટ પ્રમાણે, પૂર્વ લદાખમાં પેન્ગોન્ગ સો સરોવરના ઉત્તર ભાગ પર બન્ને બાજુએથી 100થી 200 રાઉન્ડ હવામાં ફાયરિંગ થયું હતું. આ ઘટના રિજલાઈન પર બની હતી, જ્યાં ફિંગર-3 અને ફિંગર-4ના વિસ્તાર મળે છે.સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પેન્ગોન્ગ સો સરોવરના ઉત્તર અને દક્ષિણ ભાગ પર ઘણી મુવમેન્ટ થઈ હતી. ઘણી વખત ફાયરિંગ પણ થયું હતું, તણાવ હાલ ચાલુ છે. ચુશૂલ સેક્ટરમાં ઘણી જગ્યાઓ પર ભારત અને ચીનના સૈનિકો એકબીજાથી માત્ર 300 મીટરના અંતર પર તહેનાત છે. આ સાથે જ બન્ને દેશના આર્મી અધિકારીઓ વચ્ચે ફરીથી વાતચીત થવાની છે.આ પહેલાં 7 સપ્ટેમ્બરે ભારત-ચીને મુકપારી હાઈટ્સ વિસ્તારમાં ફાયરિંગની ઘટના અંગે નિવદેન આપ્યું હતું, જેમાં કહેવાયું હતું કે LAC પર 45 વર્ષ પછી ફાયરિંગ થયું છે. બન્ને દેશ આના માટે એકબીજાને જવાબદાર ઠેરવે છે, પરંતુ પેન્ગોન્ગ વિસ્તારમાં ફાયરિંગ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Related Posts