Gujarat

શિહોરીની એક ચાઇલ્ડ હોસ્પિટલમાં આગ લાગતા 1 બાળકનું મોત, ડૉક્ટરની મનમાની સામે લોકોમાં રોષ

બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના કાંકરેજની (Kankeraj) શિહોરીની (Shihori) એક ખાનગી ચાઇલ્ડ હોસ્પિટલમાં (Child Hospital) આગ (Fire) લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એકનું મોત થયું હતું. જ્યારે બે બાળકોને સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડૉક્ટર હોસ્પિટલમાં હાજર ન હોવાથી લોકો ડૉક્ટરને ઘરે બોલાવવા માટે ગયા હતા. ત્યારે લોકો સાથે સરકારી ડૉક્ટરે ઉદ્ધતાઈભર્યુું વર્તન કર્યું હોવાનો આક્ષેપ ગ્રામજનો લગાવી રહ્યા છે. ડૉક્ટરની મનમાની સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યાર બાદ સરકારી હોસ્પિટલ પાસે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

આ ઘટનામાં એક બાળકનું માોત
મળતી માહિતી અનુસાર શિહોરીમાં આવેલી હની હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. ચાઇલ્ડ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે ICUમાં એડમિટ ત્રણ બાળકોમાંથી બે બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા જો કે આ દુર્ઘટનામાં એક બાળકનું મોત નિપજ્યું હતું. બે બાળકોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવારે અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે રેફરલ હોસ્પિટલના ડૉક્ટરે મનમાની કરી હોવાનો આક્ષેપ ગ્રામજનો લગાવી રહ્યા છે.

ICU શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
બાળકોની હોસ્પિટલમાં આગ લાગ્યાનું જાણવા મળતા હોસ્પિટલમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હોસ્પિટલમાં એડમિટ બાળકોને અન્ય રેફરલ હોસ્પિટલમાં સિફ્ટ કરવામાં આવ્યા હતા, કહેવામાં આવી રહ્યું છે કે ICU વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જો કે આ ઘટના બાદ શિહોરીની સરકારી રેફરલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મળતી માહિતી અનુસાર ઘટના બાદ બાળકોને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જો કે પહેલા તો ડૉક્ટરે બાળકોની સારવાર કરવાની ના પાડી દીધી હતી અને મનમાની કરી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યાં છે. ડૉક્ટરના વર્તન તેમજ મનમાની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંભીર હાલમાં બાળકોને સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક એડમિટ ન કરતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના ડૉક્ટર બદલવાની માંગ સાથે લોકો શિહોરીની રેફરલ હોસ્પિટલમાં એકઠા થયા છે. તેમજ શિહોરી શહેરની તમામ દુકાનો બંધ કરીને લોકોએ ડૉક્ટર બદલી કરવાની માંગ કરી હતી.

Most Popular

To Top