શહેરમાં ૧.૯ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાતા રહીશોમાં ફફડાટ

ભુકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ વડોદરાથી ૨૯ કીલોમીટર દુર નોંધાયું: કેવડીયામાં તેની કોઈ અસર નહીં

(પ્રતિનિધિ)વડોદરા.તા.૧૫ વડોદરા શહેરમાં રવિવારની વહેલી પરોઢે ૧.૯ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ વડોદરાથી ૨૯ કીલોમીટર દુર હોવાનું જાણવા મળેલ છે. કોરોનાને કારણે મુકી નાગરીકો દ્વારા દીપોત્સવી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે તેવામાં શનિવારે કાળીચૌદસ અને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. શનિવારે મધરાત બાદ અને રવિવારે વહેલી પરોઢે વડોદરા શહેરમાં ૧.૯ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. મોટાભાગના નાગરીકોએ શનિવારે મોડીરાત સુધી દિવાળી પર્વ મનાવ્યું હતું.

શહેરમાં ઠેરઠેર આતશબાજી કરવામાં આવી હતી અને મોડીરાત સુધી નાગરીકો જાગ્યા હતા તેવામાં શનિવારે મધરાત બાદ અને રવિવારે વહેલી પરોઢે ૧.૯ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ વડોદરા શહેરથી ૨૯ કીલોમીટર દુર હોવાનું જાણવા મળેલ છે. જો કે શનિવારે મોડીરાત સુધી નાગરીકોએ દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

તેથી મોડીરાત સુધી વહેલી પરોઢ સુધી નાગરીકો નિંદ્રાધિન હતા ત્યારે જ ભુકંપનો આંચકો અનુભવાયો હતો તેથી ઘણાને તો આ બાબતની જાણ પણ થઈ નથી. જો કે ભુકંપના આંચકાના અહેવાલ પ્રસાર માધ્યમમાં આવતા ત્યારે જાણ થઈ હતી. જો કે વિતેલા એક માસ દરમિયાન વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં ભુકંપના આંચકા અનુભવાઈરહયા છે તેથી નાગરીકોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રસાર માધ્યમોમાં ભુકંપના આંચકા બાબતે અહેવાલ પ્રસારીત થતા ઘણાને આ બાબતે જાણ થઈ હતી જો કે વડોદરા શહેરમાં ભુકંપના કારણે કોઈ જાનહાની કે અન્ય નુકસાન થયું નથી. પરંતુ ત્યારબાદ વારંવાર અનુભવાતા આંચકાના કારણે નાગરીકોમાં ફફડાટ જરૂર ફેલાયો છે.

Related Posts