ડિવિલિયર્સના તોફાને રાજસ્થાન પાસેથી જીતનો કોળિયો ઝુંટવી લીધો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 33 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ડિવિલિયર્સની તોફાની અડધી સદીના સહારે રાજસ્થાન સામે 7 વિકેટથી વિજય મેળવીને પોઇન્ટ ટેબલમાં 12 પોઇન્ટ પર પહોંચનારી ત્રીજી ટીમ બની છે.

આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા બેંગ્લોરએ એબી ડી વિલિયર્સની તોફાની અર્ધસદીની મદદથી 19.4 બોલમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.

ડિવિલિયર્સે 22 બોલમાં છ છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 55 રનની અણનમ ઇનિંગ રમી હતી અને રાજસ્થાન પાસેથી મેચ છીનવી લીધી હતી. 178 ના લક્ષ્યાંકનો પીછો કરતાં બેંગલોરની ટીમને એરોન ફિંચના રૂપમાં પહેલો ફટકો પડ્યો. ફિંચ 14 રન બનાવી શ્રેયસ ગોપાલની બોલ પર રોબિન ઉથપ્પાના હાથે કેચ આઉટ થયો હતો. આરસીબીને મોટી ભાગીદારી પછી બીજો ઝટકો લાગ્યો જ્યારે બીજા ઓપનર દેવદત્ત પૌડિકલે રાહુલ તેવટિયાને પોતાની વિકેટ આપી બેઠો તેનો કેચ બેન સ્ટોક્સે પકડ્યો હતો.

ટીમને વિરાટ કોહલીના રૂપમાં ત્રીજો ફટકો પડ્યો, જેણે 32 બોલમાં 43 રન બનાવ્યા અને કાર્તિક ત્યાગી બોલ પર રાહુલ તેવટિયાના હાથે કેચ આઉટ થયો. તેવટિયાએ બાઉન્ડ્રી લાઇન પર શાનદાર કેચ પકડ્યો.

આ પહેલા ટોસ જીત્યા બાદ રાજસ્થાનની ટીમે આ આઈપીએલમાં પાંચમી વખત શરૂઆતની જોડીમાં ફેરફાર કર્યો હતો. બેંગ્લોર સામેની આ મેચમાં રોબિન ઉથપ્પા અને બેન સ્ટોક્સ શરૂઆતની જોડી તરીકે ઉતર્યા હતા. બંનેએ પહેલા 5 ઓવરમાં 47 રન જોડ્યા હતા. જો કે, પછીની જ ઓવરમાં સ્ટોક્સ 15 રન બનાવીને ક્રિસ મોરિસની બહાર એબી ડી વિલિયર્સના હાથે કેચ આઉટ થયો. જો કે, પાછળના ઓવરમાં રાહુલ તિવેટિયા અને સ્મિથે ટીમનો સ્કોર 177 પરક પહોંચાડવા મદદ કરી હતી.

Related Posts