Limkheda

હસ્તેશ્વર મહાદેવ મંદિરથી કાચલાધામ સુધી ૧૨ કિલોમીટર લાંબી બાબા રામાપીરની ભવ્ય શોભાયાત્રા નીકળી

લીમખેડા ;
તેજાજી રામદેવ પીરની દશમી તિથિના દિવસે લીમખેડા હસ્તે સ્વર મહાદેવ મંદિરથી કાચલાધામ સુધી ૧૨ કિલોમીટર લાંબી બાબા રામાપીરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
અનંત શ્રી વિભુષિત મહામંડલેશ્વર સ્વામી શ્રી સેવાનદ ગીરીજી મહારાજની અધ્યક્ષતા હેઠળ લીમખેડાના પ્રાચીન હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે lથી અંદાજીત ૧૦ હજાર જેટલા ભાવિકભકતો ઢોલ નગારા તથા ડી જે ના તાલે નાચતા કુદતા શોભાયાત્રા માં જોડાયા હતાં. લીમખેડા ખાતે ગુલાબચંદ શાહ તથા પરિવાર તરફથી ભાવિક ભકતોને નાસ્તા સેવા પુરી પડાઈ હતી. ત્યારબાદ ભાવિક ભકતો બાપુ નરસિંહ સેવાનંદ ધામ કાચલા ખાતે ૧૨ કિલોમીટર ચાલતા પહોંચ્યા હતા. સેવાનદ કાચલા ધામ ખાતે વડોદરા,,l છોટાઉદેપુર, બોડેલી મધ્યપ્રદેશના ઝાબુઆ, અલીરાજપુર તથા રતલામ જીલ્લામાંથી ભાવિક ભકતો ઊમટી પડ્યા હતા અને કાચલા ખાતે વિશાળ મેળો ભરાયો હતો. લીમખેડા પોલીસ દ્વારા શોભાયાત્રા તથા કાચલા ધામ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

Most Popular

To Top