દાહોદના વિકાસ માટે મહત્વપૂર્ણ બેઠક
દાહોદ તા.૨૨
દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં દાહોદના સર્વાંગી વિકાસને લગતી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ડિજિટલ અને સ્માર્ટ સિટી પહેલ, ઔદ્યોગિક વિકાસ અને યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જવા અંગે પણ વિચાર-વિમર્શ થયો હતો.
સરકારની ચાલુ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ પ્રોજેક્ટ્સને વેગવંતા બનાવવા માટે રણનીતિ ઘડવામાં આવી હતી. આ પગલાંથી પ્રદેશમાં રોજગારી વધશે અને માળખાગત સુવિધાઓમાં સુધારો થશે. દાહોદ અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ પ્રદેશની સામાજિક અને આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે તેવી અપેક્ષા છે.
