Vadodara

શહેરના સોમા તળાવ નજીક આવેલા સંજીવની મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલની બેદરકારીથી નવજાતના મોત મામલે પરિજનોનો હોબાળો

(પ્રતિનિધિ) વડોદરા તા. 22

શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા સંજીવની મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં વાઘોડિયા તાલુકાના એક ગામની ગર્ભવતી મહિલાને મંગળવારે સવારે પાંચેક વાગ્યે દાખલ કરવામાં આવી હતી જેને સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ લેબર પેઇન બાદ સીઝર ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં નવજાતનુ મૃત્યુ થતાં પરિજનોએ હોસ્પિટલ ની બેદરકારી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવતા સમગ્ર મામલે કપૂરાઇ પોલીસે આવી મામલે પૂછપરછ તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામની ગર્ભવતી મહિલા ભૂમિકાબેન ભાલીયાને વહેલી સવારે આશરે પાંચ વાગ્યે શહેરના સોમા તળાવ નજીક આવેલા સંજીવની મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેને સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ લેબર પેઇન થતાં અને અસહ્ય સ્થિતિ થતાં હોસ્પિટલના તબીબોએ સીઝર ઓપરેશન કરી ડિલિવરી નો નિર્ણય લીધો હતો જેમાં નવજાત શિશુ નું મૃત્યુ નિપજ્યું હતું જે મામલે પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન દ્વારા લાપરવાહી કરી હોવાના મામલે હોબાળો મચાવ્યો હતો અને આક્ષેપો કર્યા હતા કે હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી ની રાહ જોઇ છેલ્લી ઘડીએ તબીબોએ ઓપરેશન નો નિર્ણય લેતાં બાળકનું મોત નિપજ્યું હતું અને માતાની સ્થિતિ પણ બગડી હતી આ સમગ્ર મામલે કપૂરાઇ પોલીસે હોસ્પિટલમાં પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે

વાઘોડિયા તાલુકાના બાકરોલ ની એક મહિલાને ડિલીવરી માટે સવારે આશરે પાંચેક વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અમે નોર્મલ ડિલિવરી થાય તેની રાહ જોઈ કાળજી લીધી હતી પરંતુ સાંજે ચાર વાગ્યાની આસપાસ લેબર પેઇન વધતા અમે પરિવારને જણાવ્યું હતું કે સીઝર ઓપરેશન થી ડિલિવરી કરવી પડશે અને પરિવારે બાદમાં મંજૂરી આપી હતી અમે ઓપરેશન થી ડિલિવરી કરાવી હતી તે દરમિયાન નવજાતનુ માથું અટકી જતાં હેડકી દબાઇ જવાથી ધબકારા જે ઓલરેડી ડાઉન હતા અને આ અંગે પરિવારને જણાવ્યું પણ હતું સફોકેશનના કારણે બાળક હલનચલન કરતું ન હોય તપાસ કરતાં નવજાત મૃત્યુ પામેલ. પરિવારને સમગ્ર મામલે જણાવેલ હોવા છતાં ખોટાં આક્ષેપો સાથે હોસ્પિટલ માથે લીધી છે.

ડો.દલપત કટારિયા, સંજીવની મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ, વડોદરા

Most Popular

To Top