
શહેરના વારસિયા રિંગ રોડ ખાતે આવેલા કિશનવાડી ગધેડા માર્કેટ ખાતે શાકભાજી લેવા માટે નિકળેલી બે વૃદ્ધ મહિલાઓને એક ઇસમે આવીને જણાવ્યું હતું કે તેમના શેઠના ઘેર દસ વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હોવાની ખુશીમાં મફત અનાજ અને કપડાં વિતરણ કરી રહ્યા છે તમે પણ લાભ લો તેમ જણાવી એક મહિલાની સોનાની બુટ્ટીઓ તથા અન્ય વૃદ્ધ મહિલાની સોનાની ચેઇન અને બુટ્ટીઓ થેલીમાં મૂકાવી ગઠિયા ફરાર થઇ ગયા હતા જે અંગેની લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં વારસિયા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિત તપાસ પૂછપરછ હાથ ધરી છે.
