Vadodara

વડોદરા : સમા વિસ્તારમાં આઈપીએલની ફાઇનલ મેચ પર આઈડી દ્વારા સટ્ટો રમતા બે સટોડીયા ઝડપાયા, સટ્ટો રમાડનાર ફરાર

વડોદરા તા. 27

ડીસીબીની ટીમે સમા સંજયનગર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં દરોડો પાડીને આઈપીએલની કલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી ફાઇનલ મેચ પર સટ્ટો રમતા બે સટોડીયાને ઝડપી પાડ્યા હતા. જ્યારે સટ્ટો રમાડનારને વોન્ટેડ જાહેર કર્યો હતો. મકાનમાંથી 15 મોબાઇલ અને બે લેપટોપ મળી રુ.1.35 લાખનો મુદ્દામાલ કબજે કરી સમા પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની અગાઉ રમાયેલી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા સટોડીયા વડોદરા શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે ગઈકાલે કલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી હોય સટોડીયાઓ અને બુકીઓ કરોડોનો સટ્ટો લાગ્યો હતો. જેથી ડીસીબીની ટીમ 26 તારીખે રાત્રે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફર સટોડીયા ઉપર સતત વોચ રાખી રહી હતી. દરમિયાન સમા વિસ્તારમાં આવતા ડીસીબીની ટીમ બાતમી મળી હતી કે સમા સંજયનગર વિસ્તારમાં આવેલી સ્નેહ રેસીડેન્સીમાં બીજા માળે ફ્લેટમાં અમીત લવજી સોરઠીયા (રહે. સોમાતળાવ) કલકત્તા અને હૈદરાબાદની ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો આઈ.ડી. દ્વારા રમાડી રહ્યો છે. જેના આધારે ડીસીબી ની ટીમે બાતમી મુજબના સ્નેહ રેસીડેન્સીના મકાનમાં આઈપી.એલટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટની કેકેઆર અને સનરાઇઝ હૈદ્રાબાદ વચ્ચેની ફાઇનલ ક્રિકેટ મેચ પર ચાલતા સટ્ટા પર રેડ કરી હતી. દરમિયાન થડ પરથી હર્ષ પ્રવિણ ચૌધરી તથા હર્ષકુમાર સંજય સીંગ ઝડપાઈ ગયા હતા. જ્યારે અમીત લવજી સોરઠીયાને વોન્ટેડ જાહેર કર્યો છે. ડીસીબીની ટીમે તેમની પાસેથી 15 મોબાઈલ, 2 લેપટોપ સહિત રુ 1.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ સહિત મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે સમા પોલીસને સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top