વડોદરા તા.4
વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કાર્યક્રમ અંતર્ગત એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સીટીમાં ફટાકડા ફોડી અને બુલેટમાંથી પણ ધ્વનિ પ્રદુષણ ફેલાવતા એજીએસયુ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેની અદાવતે બંને ગ્રૂપના યુવકો વચ્ચે છુટા હાથની મારામારી પણ થઇ હતી. ત્યારે ગ્રૂપના યુવકો વધુ મામલો ઉગ્ર ન બનાવે તેના માટે પોલીસ દ્વારા રાત્રીના સમયે યુનિવર્સિટી વિસ્તારમાં પોલીસ કાફલા સાથે ફુટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમાં એસીપી અને પીઆઇ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.