Vadodara

વડોદરા મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી માટે ચારેય ઝોનમાં સમન્વય બેઠક

પાલિકાની અધિકારીઓ અને કાઉન્સિલરો વચ્ચે પ્રિ મોન્સૂન કામગીરી પર ચર્ચા

વડોદરામાં ચોમાસા પૂર્વે તૈયારી માટે ઝોનમાંથી પસાર થતી કાંસોની સફાઈ 85% પૂર્ણ થવાનો દાવો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચારેય ઝોનની સંકલનની બેઠક મળી હતી જેમાં વિવિધ વોર્ડના કાઉન્સિલરો સાથે જે તે ઝોનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રિ મોન્સુન કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોટા ભાગના કાઉન્સિલરોએ ચોમાસા પૂર્વે પ્રિ મોન્સૂન કામગીરી અંગે પોતપોતાની રજૂઆતો કરી હતી. જેમાં અધિકારીઓએ તેમના સૂચનો ધ્યાને લઈ આગામી સમયમાં તેની અમલવારી કરવાની બાહેધરી આપી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચારેય ઝોનના કાઉન્સિલરો સાથે સંકલનની બેઠક યોજવામાં આવી હતી જો કે આ બેઠક અને સાંસદના ભાજપ કાર્યાલય ખાતેના કાર્યક્રમનો સમય એક હોઈ મોટા ભાગના કાઉન્સિલરો સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહી શક્ય ન હતા. મહિલા કાઉન્સિલરોએ પણ ખાસ કરીને આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિ મોન્સૂન કામગીરી અંગે રજૂઆત કરી હતી. જોકે આગામી સમયમાં આ કામગીરી પૂર્ણ કરવા માટે પાલિકાના અધિકારીઓએ પણ બાહેધરી આપી છે. ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા હાલ ઠેર ઠેર પ્રિ મોન્સુનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જ્હોન દીઠ પણ બેઠકો યોજવામાં આવી રહી છે અને ઝોનના કાઉન્સિલરો સાથે બેઠક કરી તેમના વિસ્તારમાં જરૂર મુજબના સૂચનો લેવામાં આવી રહ્યા છે અને તાકીદે એ સૂચનોની અમલવારી થાય તે માટે નીચેના અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે.

દરેક ઝોનમાં હયાત કાંસોની સાફ સફાઈ અને જે જગ્યાએ જરૂર પડે ત્યાં કાંસોના પ્રિકાસ્ટ ઢાંકણા બદલવામાં આવી રહ્યા છે. ચારેય ઝોનની અંદર વહેતી કાંસોની સફાઈ અંદાજિત 85 % જેટલી કામગીરી પૂર્ણ થવાના આરે છે અને પ્રિ કાસ્ટ ઢાંકણ બંધાવાની કામગીરી પણ ઠેર ઠેર કરવામાં આવી રહી છે.

Most Popular

To Top