ફતેગંજ સદર બજાર પાસે કારમાંથી વિદેશી દારૂ સાથે વિરોદનો શખ્સ પકડાયો
પ્રતિનિધિ વડોદરા તા.6
મુંબઇ દારૂ ભરીને સૌરાષ્ટ્રાના જામનગર ખાતે આપવા જતા ટ્રકને નવા બનેલા એક્સપ્રેસ હાઇવે પર ફાજલપુર પાસેથી પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. ટ્રકમાંથી રૂ.9.07 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂ, મોબાઇલ ,રોકડ રકમ, પ્લાસ્ટિકનું મટીરિયલ અને કન્ટેનર મળી રૂ.29.26 લાખનો મુદ્દામાલ કબજે કરી નંદેસરી પોલીસનો સોંપવામાં આવ્યો છે. ફતેગંજ વિસ્તારમાં કારમાંથી 34 હજારના દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ધંધો કરતા બુટલેગરો તહેવારમાં દારૂની રેલમછેલ કરવા માટે ગુજરાત રાજ્ય બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે. ત્યારે પોલીસ જાણે છે કોઇ પણ જગ્યાથી દારૂ ટ્રકોમાં મંગાવો પરંતુ આવશે તો હાઇવે પરથી જેથી નેશનલ હાઇવે પર સતત વોચ રાખીને બેઠી રહી છે. ત્યારે 6 સપ્ટેમ્બરના રોજ પીસીબીની ટીમના પીઆઇ સી બી ટંડેલને બાતમી મળી હતી કે મુંબઇ તરફતી એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ચાલક સૌરાષ્ટ્ર જામનગર તરફ જવાનો નીકળ્યો છે. આ કન્ટેનર નવા સુપર એક્સપ્રેસ હાઇવે પર વાયા ફાજલપુર નીકળવાનો છે. જેના આધારે પીસીબીની ટીમે ફાજલપુર પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કન્ટેનર આવતા તેના ઉભુ રખાવ્યું હતું. ત્યારે તેમા એક ચાલક બેઠલો હતો. તેને સાથે રાખીને કન્ટેનરમાં તપાસ કરતા પ્લાસ્ટિકના રો મટીરિયલની આડમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પીસીબીએ ચાલક ભગીરથ ઉર્ફ ભરત હીરારામ ગોદારા (બિશ્નોઇ) (રહે. સુર્યા પેલેસ સોસાયટી, અંકલેશ્વર જીઆઇડીસી ભરૂચ, મૂળ સરણવ, રાજસ્થાન)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે બાડમેર રાજસ્થાનના મના નામના શખ્સને વોન્ટેડે જાહેર કર્યો હતો. પીસીબીએ વિદેશી દારૂનો જથ્થો. રૂ,.9.07 લાખ, મોબાઇલ, રોકડ રકમ, પ્લાસ્ટિકનું રો મટિરિયલ રૂ.10.06 લાખ,, કેન્ટેનર રૂ.10 લાખ મળી રૂ. 29.26 લાખનો મુદ્દામાલ કબજે કરીને નંદેસરી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. બીજા બનાવમાં સયાજીગંજ પોલીસે ફતેગંજ સદર બજાર પાસેથી કારની ડીકીમાં દારૂ લઇ જતા શખ્સ ઉપેન્દ્રસિંહ પરબતસિંહ ચૌહાણ (રહે. વિરોધ ગામ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ.34 હજાર અને કાર મળી 5.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.