પ્રતિનિધિ વડોદરા તા.14
શહેરના વડસર રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા કંપની સંચાલક પરિવાર સાથે ઉપરના માળે ઊંઘી ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનમાં ત્રાટક્યા હતા અને સોના ચાંદીના દાગીના ઉપરાંત રોકડા 2.27 લાખ સહિતની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી કંપની સંચાલકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ બિન્દાસ્ત રાત્રિના સમયે ચોરીને અંજામ આપી નાઈટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે.
વડોદરા શહેરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ પ્રકારનો ડર રહ્યો ન હોય તેમ ઉપરાંત છાપરી ચોરીની ઘટનાને અંજામ આપી નાઈટ પેટ્રોલીંગ ઉડાવી રહ્યા છે. માંજલપુરના વડસર રોડ વિસ્તારમાં આવેલી વસંત વિહાર સોસાયટીમાં રહેતા કિરણભાઈ પંચાલ જીઆઇડીસીમાં ફેબ્રિકેશનની કંપની ચલાવે છે. 13 ઓગસ્ટ ના રોજ દશામાનું વિસર્જન હોય ઘરના તમામ સભ્યો મોદી રાજ સુધી જાગ્યા હતા અને ત્યારબાદ ઉપરના માળે જઈને ઊંઘી ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ કિરણભાઈના મકાન અને નિશાન બનાવ્યું હતું અને પરિવાર પ્રથમ માળે ઊંઘતો રહ્યો હતો અને તસ્કરો નીચેના માળે મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડા બે પોઇન્ટ 27 લાખ સહિતની મતાની સાફ સુફી કરીને ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે કિરણભાઈ ઊઠીને નીચેના રૂમમાં ગયા ત્યારે ઘરવખરી સહિતનો સામાન અસ્ત વ્યસ્ત પડેલો હોય ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓએ ઘરના સભ્યોને જગાડીને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. કિરણભાઈ એ જણાવ્યું હતું કે વડસર રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીના બનાવો બની રહ્યા હોય સોસાયટીની સુરક્ષા માટે પેટ્રોલિંગ વધારવા એસીપી અને પોલીસ કમિશનરને રજૂઆત કરીશું.
વડોદરા: પરિવાર ઊંઘતો રહ્યો અને તસ્કરોએ રુ.6 લાખની મતાનો ખેલ પાડ્યો
By
Posted on