વાહનમાં લિમિટ કરતા વધુ મુસાફરો બેસાડતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસની લાલ આંખ…
વડોદરા શહેરમાં લિમિટ કરતા વધુ મુસાફરો બેસાડી હેરાફેરી કરતા, રોંડ સાઇડ તથા ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહીરૂપી ઝુંભેશ કરાઇ છે. જેમાં છેલ્લા 12 દિવસમાં 592 વાહનો ડિટેઇન કરાયા છે. જ્યારે 1148 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ છે.
વડોદરામાં શહેરમાં પેસેન્જર વાહન તરીકે રિક્ષા તથા વાન અને ઇકો ફરતી હોય છે.પરંતુ તેના ચાલકો દ્વારા વધુ રૂપિયા કમાઇ લેવાની લાલચમાં ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરી નાખતા હોય છે. પરિણામે અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન નહી કરીને વાહનોમાં લિમિટ કરતા વધુ મુસાફરોની સવારી અટકાવવા માટે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકો પર અંકુશ મેળવવા તેમજ અકસ્માત અને મૃત્યુદરમાં ઘટાડો કરવા તા. 22 જુલાઇથી 21 આગષ્ટ સુધી ખાસ ઝુંબેશ પોલીસ દ્વારા શરૂ કરાઇ છે. આ ઝુંબેશ દરમિયાન વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા અધિકારીઓ તથા કર્મચારીઓની શહેર વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી, શહેર વિસ્તારમાં નિયત મર્યાદા કરતા વધુ પેસેન્જર તેમજ અનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતા વાહનચાલકો, રોન્ગ સાઇડ ઓવર સ્પીડમાં વાહન ચાલકો, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા ચાલકો અને અન્ય ટ્રાફિકના નિયમોને ભંગ કરતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ છે. ત્યારે છેલ્લા 12 દિવસમાં ટ્રાફિક પોલીસ દ્વારા 592 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. અલગ અલગ હેઠળ હેઠળ 1148 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા વડોદરા નાગરિકોને ટ્રાફિકના નિયમોનં પાલન કવા સાથે અન્ય લોકોની જિંદગી ન જોખમાય તે રીતે વાહન ચલાવવા અપીલ કરાઇ છે.