વડોદરા તા. 4
આજવા રોડ પર કમલાનગર પાસેના કોમ્પ્લેક્સમાં આવેલી હોટલ કે મેક્ષમાં રૂમ બુક કરાવ્યા બાદ તેમાં ધમધમતા જુગાર પર પીસીબીની ટીમે તેને દરોડો પાડયો હતો. પોલીસને જોઈને જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી પરંતુ સ્થળ પરથી 8 ખેલીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા જુગારીયાઓની અંગજડતી તથા દાવ પર લાગેલી રોકડા રૂપિયા, 5 મોબાઈલ અને 4 વાહનો સાથે મળી રૂ.2.62 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને બાપોદ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્લમ કવાટર્સમાં રહેતો જગદીશ રાજપુતે આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે સૌજન્ય ત્રિલેક કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલી હોટલ કે મેક્સમાં રૂમ બુક કરાવ્યો છે અને જુગાર રમવા માટે અલગ અલગ જગ્યા પરથી માણસોને પણ બોલાવ્યા છે. આ લોકો હોટલના રૂમમાં ભેગા મળીને જુગાર રમી રહ્યા છે. તેવી બાતમી પીસીબીને મળી હતી. જેના આધારે પીસીબી પોલીસે બાતમી મુજબની કમલાનગર તળાવ પાસે આવેલી હોટલના રૂમમાં રેડ કરી હતી. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં સ્થળ પરથી 8 ખેલી જગદીશ ભુરા રાજપુત (રહે. સ્લમ કવાટર્સ, કારેલીબાગ તુલસીવાડી વડોદરા ), મયુરભાઈ ગોવિંદભાઈ મકવાણા (રહે. સ્લમ કવાટર્સ તુલસીવાડી કારેલીબાગ ), હીતેષ ઉર્ફે ભુરીયો ટમાટર મણીલાલ ચૌહાણ (રહે. આંબેડકર નગર કોમ્યુનીટી હોલ પાસે તુલસીવાડી કારેલીબાગ વડોદરા), દિનેશભાઇ બાબુભાઇ વાઘરી (રહે.આનંદનગર પાણીની ટાંકી નજીક કારેલીબાગ વડોદરા), નિકુંજકુમાર કાંતીલાલ અમીન (રહે. સયાજી ટાઉનશીપ ચાચા નેહરૂનગર પાસે આજવા રોડ વડોદરા), હસમુખ શનાભાઇ સોહેલીયા (રહે. તુલસીવાડી ઋષિ મંડપની પાછળ કારેલીબાગ વડોદરા), સુનિલભાઈ રમેશભાઈ માળી (રહે. અર્બન રેસીડન્સી પરીવાર ચાર રસ્તા સવિતા હોસ્પીટલ પાસે વાધોડીયા રોડ વડોદરા) તથા રાહુલ નંદકિશોર દસલાણીયા (રહે. સમૃધ્ધિ પાર્ક કમલાનગર આજવા રોડ વડોદરા તથા મુળ રાજસ્થાન) ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા જુગારીયાઓની અંગજડતી કરતા તથા દાવના રોકડ રકમ રૂ.17 હજાર, 5 મોબાઇલ રૂ. 25 હજાર અને 4 વાહનો રૂ. 2.20 લાખ મળી રૂ. 2.62 લાખનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી બાપોદ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.