Vadodara

વડોદરામાં વધુ 50 શંકાસ્પદ લોકોની રાષ્ટ્રીય ઓળખ અને મૂળ નિવાસ બાબતેની તપાસ કરાઇ



વડોદરા તારીખ 29
વડોદરા શહેરમાંથી મળી આવેલા વધુ 50 જેટલા શંકાસ્પદ લોકોની રાષ્ટ્રીયતા, ઓળખ તેમજ મુળ નિવાસ બાબતેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં 1700 થી વધુ લોકોને વેરી ફાઈન કર્યા હતા જેમાંથી 14 બાંગલા રહેતી હોય છે અમને ડિટેલ સેન્ટર રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં ઘુસણખોરી કરી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરાયું હતું. જેમાં ગેરકાયદે રહેતા વધુ 50 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરાઈ હતી. આ શંકાસ્પદ વ્યક્તિઓના ઓળખ અંગેના પુરાવા અને તેઓની રાષ્ટ્રીયતા અંગેના ડોક્યુમેન્ટોની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર પોલીસે વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જઇ હાલ સુધી 1750 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી તેઓની ચકાસણી કરવામાં આવી છે. વડોદરા શહેર તેમજ રેલ્વે પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલા 14 બાંગ્લાદેશી નાગરીકોને હંગામી ડિટેનશન સેન્ટરોમાં રાખવામાં આવેલ હોય આ તમામ બાંગ્લાદેશીઓના ફીંગર પ્રીન્ટ તેમજ ફોટો આઈ.ડી.મેળવી ફોરેનર્સ આઇડેન્ટી ફીકેશન પોર્ટલ પર અપલોડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત જુદી-જુદી તપાસ એજન્સીઓ દ્વારા પુછપરછ ગુજરાતમાં આવી ગેરકાયદે વસવાટ કરવા માટેના ડોક્યુમેન્ટો તેમજ તેઓના બદઇરાદાઓ અંગેની ઉંડાણપુર્વક તપાસ કરાઈ છે. બાંગ્લાદેશીઓ સાથે તેઓના અન્ય સગાસંબધીઓ તેમજ પરિચિતો પણ ગેરકાયદે પ્રવેશી ગુજરાતમાં રોકાયેલ છે કે કેમ ? તે અંગેની તપાસ વડોદરા શહેર પોલીસ દ્વારા ચાલી રહી છે.

Most Popular

To Top