Vadodara

વડોદરામાં રેશનકાર્ડને લગતી કામગીરી 6 જુલાઈ સુધી બંધ, પરિણામે લાભાર્થીઓ 5 દિવસ અનાજથી વંચિત..

રેશનકાર્ડ પર અનાજ ખાદ્ય પદાર્થો જેમ કે તેલ,ચોખા, ગઉં, ખાંડ, મોટા અનાજ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ આવનારા પાંચ દિવસ સુધી નહિ મળે જૂની સિસ્ટમ અપડેટ કરી નવી સિસ્ટમ ની કામગીરીના અર્થે રેશનકાર્ડની કામગીરી બંધ રાખવામાં આવી છે. ગરીબી રેખામાં જીવતા લોકોને પાચ દિવસ રેશનની દુકાન માંથી પુરવઠો નહિ મળે. સાથે સાથે રેશન કાર્ડ ધારકોને નામ બદલાવવાનું, નામ કમી કે ઉમેરવાનું જેવા કામ પણ આવનારા પાચ દિવસ નહિ કરવી સકાય ત્યારે લોકોને હાલાકી નો સામનો કરવો પડશે.
રાજ્ય સરકારી દ્વારા ગરીબી રેખાથી નીચે આવતા લોકોને મફત અનાજ પૂરુ પાડવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરમાં રેશનકાર્ડને લગતી કામગીરી કરવામાં આવી રહી છે. જૂનો ડેટાબેઝ સર્વર અપડેટ કરવા લાભાર્થીઓને પાંચ દિવસ અનાજ આપવામાં આવશે નહિ.આ કામગીરી જીલ્લા અને તાલુકા કક્ષાએ કરવામાં આવશે. જેથી લાખો લાભાર્થીઓને અનાજ વિના જ જીવવું પડશે તેમ જણાઈ રહ્યું છે. લોકોને ભારે હાલાકીને સામનો કરવો પડશે.

Most Popular

To Top