Vadodara

વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીના નામે ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવાયું


વડોદરાના સાંસદ ડૉ હેમાંગ જોષીનું નામ ઉપયોગ કરી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવાયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ડૉ. જોશીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપતાં જણાવ્યું કે, આ ખોટું એકાઉન્ટ તેમના નામથી ચાલી રહ્યું છે અને તેઓ સાથે તેનું કોઈ લેવાદેવા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે, “મારું માત્ર એક સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, અને અન્ય કોઈ પણ એકાઉન્ટ મારું નથી. કૃપા કરીને આવું કોઈ પણ ફેક એકાઉન્ટ જોઈને તેના પર વિશ્વાસ ન કરો.” ડૉ. જોશીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આવી ફેક ID ના મેસેજનો કોઈ જવાબ ન આપે, કોઈ પણ પ્રકારની માહિતી કે વ્યવહાર ન કરે અને તાત્કાલિક આ એકાઉન્ટને REPORT કરે.

Most Popular

To Top