Vadodara

વડોદરાથી સુરત વર્ધિ માટે જતી બસ ખાડામાં ફસાઈ

સમા કેનાલ રોડ પર કામગીરી બાદ યોગ્ય પુરાણના અભાવે બની ઘટના :

બસના ચાલકે પાલિકા તંત્ર સામે નારાજગી દર્શાવી :

( પ્રતિનિધી )વડોદરા,તા.1

વડોદરા શહેરમાં કોન્ટ્રાકટની નબળી કામગીરીને કારણે વધુ એક વાહનચાલકને નુકસાન થયું છે. સુરત વર્ધિમાં જઈ રહેલી ખાનગી લકઝરી બસના ટાયર માર્ગ પરથી પસાર થતી વેળાએ ખાડામાં ખૂંપાઈ જતા ચાલકને વાહન સમેત વર્ધિ કેન્સલ થતા આર્થિક નુકસાન પણ થયું હતું.

સ્માર્ટ સિટીના મહાનગરપાલિકાના ઈજારદારો પર અધિકારીઓના આશીર્વાદ હોવાથી આમ નાગરિકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. જ્યાં જુવો ત્યાં રોડ પર ખાડા અને ભુવાની ભરમાર જોવા મળી રહી છે. પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની ઓલ ઉઘાડી પાડી દીધી હતી તેવામાં વળી કોમની વરસાદે શહેરના માર્ગોનું ધોવાણ થતા શહેરના કેટલાક વિસ્તારોમાં ભુવા પડવા રોડ ઉપર ખાડા પડવા સહિતના કિસ્સાઓ સપાટી પર આવવા પામ્યા હતા. તેવામાં અગાઉ કરેલી કામગીરી જે યોગ્ય રીતે કરવામાં નહીં આવતા આજે શહેરના નાગરિકો અને વાહનચાલકો હાલાકી વેઠવા મજબુર બન્યા છે.

તેવામાં શહેરમાં આવેલા એક ખાનગી ટ્રાવેલ્સ ની લક્ઝરી બસ વહેલી સવારે વર્ધી માટે વડોદરા શહેર થી સુરત ખાતે જઈ રહી હતી આ સમય દરમિયાન સમા કેનાલ રોડ પાસેથી પસાર થતી વખતે ચાલુ વાહને અચાનક રોડ ઉપર લક્ઝરી બસના ટાયર ખાડામાં ખુંપી ગયા હતા. જેના કારણે ચાલકની વર્ધી પણ કેન્સલ થવા સાથે નુકસાન થયું હતું. ત્યારે સમગ્ર મામલે લક્ઝરી બસના ચાલકે તંત્ર સામે નારાજગી દર્શાવી હત

Most Popular

To Top