Vadodara

રેસકોર્સ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.



14 એપ્રિલે સમગ્ર દેશમાં બાબા સાહેબ ડૉ.આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો.જેઓ બંધારણ ઘડવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો. ડૉ.આંબેડકરની 134મી જન્મજયંતી નિમિત્તે વડોદરા સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે આવેલ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પીન્કી સોની ,ગુજરાત વિઘાનસભાના દંડક બાળ કૃષ્ણ શુકલ, સાંસદ ડૉ,હેમાંગ જોષી તથા મ્યુનિસિપલ કમિશનર, ભાજપના ઘારાસભ્યો તથા પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

Most Popular

To Top