વડોદરા: રાજ્યના દરેક જિલ્લાનો વહીવટ સુવ્યવસ્થિત રીતે ચાલે અને તેના પર ઉચ્ચ સ્તરે દેખરેખ રહે તે માટે રાજ્ય સરકારે નવા પ્રભારી અને સહ-પ્રભારી મંત્રીઓની નિયુક્તિ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા. 17 ઑક્ટોબર, 2025ના જાહેરનામા મુજબ નવા મંત્રીમંડળની રચના પછી જિલ્લાવાર જવાબદારી વહેંચવામાં આવી છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ પ્રભારી અને સહ-પ્રભારી મંત્રીઓ સમયાંતરે પોતાના ફાળવેલા જિલ્લાઓની મુલાકાત લેશે, વહીવટી પ્રશ્નોની સમીક્ષા કરશે અને જિલ્લા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપશે. રાજ્યના દરેક જિલ્લામાં વહીવટી કામગીરી વધુ સુવ્યવસ્થિત બને અને સરકારની યોજનાઓ અસરકારક રીતે અમલમાં આવે તે માટે આ નિયુક્તિ કરવામાં આવી છે.
વિવિધ મંત્રીઓને નીચે મુજબ જિલ્લાઓ સોંપવામાં આવ્યા છે :
હર્ષ સંઘવી: વડોદરા, ગાંધીનગર
કનુભાઈ દેસાઈ: સુરત, નવસારી
જીતુ વાઘાણી: અમરેલી, રાજકોટ
ઋષિકેશ પટેલ: અમદાવાદ, વાવ-થરાદ
કુંવરજી બાવળીયા: પોરબંદર, દેવભૂમિ દ્વારકા
નરેશ પટેલ: વલસાડ, તાપી
અર્જુન મોઢવાડીયા: જામનગર, દાહોદ
પ્રદ્યુમન વાજા: સાબરકાંઠા, જૂનાગઢ
રમણ સોલંકી: ખેડા, અરવલ્લી
ઇશ્વરસિંહ પટેલ: નર્મદા
પ્રફુલ પાનસેરીયા: ભરૂચ
મનિષા વકીલ: છોટાઉદેપુર
પરષોત્તમ સોલંકી: ગીર સોમનાથ
કાંતિલાલ અમૃતિયા: કચ્છ
રમેશ કટારા: પંચમહાલ
દર્શનાબેન વાઘેલા: સુરેન્દ્રનગર
કૌશિક વેકરીયા: ભાવનગર, જૂનાગઢ (સહ-પ્રભારી)
પ્રવિણ માળી: મહેસાણા, નર્મદા (સહ-પ્રભારી)
જયરામ ગામીત: ડાંગ
ત્રિકમ છાંગા: મોરબી, રાજકોટ (સહ-પ્રભારી)
કમલેશ પટેલ: બનાસકાંઠા, વડોદરા (સહ-પ્રભારી)
સંજયસિંહ મહીડા: આણંદ, ભરૂચ (સહ-પ્રભારી)
પૂનમચંદ બરંડા: મહીસાગર, દાહોદ (સહ-પ્રભારી)
સ્વરૂપજી ઠાકોર: પાટણ
રિવાબા જાડેજા: બોટાદ