Vadodara

રણોલીથી રાત્રે ઓફિસ જવા માટે પગપાળા નિકળેલા યુવકનો મોબાઇલ ફોન ઝુંટવી બાઇક સવાર બે ઇસમો ફરાર

ફતેગંજ પોસ્ટ ઓફિસથી ફતેગંજ સર્કલ વચ્ચે મોપેડની ડીકીમાથી મોબાઇલ ફોન ગુમ

(પ્રતિનિધિ) વડોદરા તા. 12

મૂળ મુંબઈ ઘાટકોપરના વતની અને હાલમાં રણોલી જીઆઇડીસીની બાજુમાં રહેતા અને પિતા સાથે રહી ડ્રાઇવિંગ કરતો યુવક ગત તા. 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે પોતાના મિત્ર સાથે ઘરેથી ઓફિસ તરફ જવા ચાલતા પોતાની માતા સાથે મોબાઇલ ફોન થી વાત કરતાં જતા હતા તે દરમિયાન પાછળથી આવેલ એક મોટરસાયકલ પર સવાર બે મોઢે રૂમાલ બાંધેલા અજાણ્યા ઇસમો ફોન ઝૂંટવી ફરાર થઇ જતાં સમગ્ર મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.બીજી તરફ શહેરના ફતેગંજ પોસ્ટ ઓફિસથી ફતેગંજ સર્કલ તરફ જતા મહિલાના મોપેડ ની ડીકીમાથી મોબાઇલ ફોન ગુમ થયાની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ.

શહેરમાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન,અછોડા, મંગળસૂત્ર,બુટ્ટીઓ ની ચીલઝડપ ની સાથે સાથે હવે બાઇક સવાર લૂંટારુઓ હવે મોબાઇલ ફોનની ચીલઝડપ પણ કરી રહ્યા છે.ત્યારે મુંબઈ ના ઘાટકોપરના વતની અને હાલમાં રણોલી જીઆઇડીસી પાસે શિવશક્તિ એસ્ટેટ ની બાજુમાં રહેતા ઔરંગઝેબ જોહર અલી શેખ પોતાના પિતા સાથે ડ્રાઇવિંગ કરે છે તે ગત 11ફેબ્રુઆરી રાત્રે પોણા અગિયારે ઘરેથી મિત્ર બદરુદ્દીન શેખ સાથે ચાલતા ઓફિસ વડોદરા તરફ જતાં હતા તે દરમિયાન પાછળથી આવેલી એક બાઇક પર સવાર મોઢા પર રૂમાલ બાંધેલા બે અજાણ્યા ઇસમોએ ઔરંગઝેબ નો સેમસંગ ગેલેક્સી એ -54 મોડેલનો મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂ 15000ચીલઝડપે તફડાવી ભાગી જતાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top