Vadodara

રંજન બેન ભટ્ટે ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચી

વડોદરાના રાજકારણમાં શનિવારે સવારે ભૂકંપ આવ્યો હતો ભાજપના ઉમેદવાર રંજનબેન પટેલ સોશિયલ મીડિયા એક્સ ઉપર નિવેદન લખ્યું હતું કે હું 2024 ની લોકસભાની ચૂંટણી નહીં લડું. લોકસભાની ચૂંટણી માટે રંજનબેન ભટ્ટ નું નામ જાહેર થયા બાદ અનેક વિવાદો સર્જાયા હતા તેઓનો વિરોધ ખુલીને સામે આવ્યો હતો. ડોક્ટર જ્યોતિબેન પંડ્યા અને ત્યારબાદ અનેક લોકોએ તેનો વિરોધ નોંધાયો હતો તેઓના વિરોધમાં પોસ્ટર વોર પણ ચાલી હતી. આ તમામ વિવાદો વચ્ચે આજે સવારે રંજનબેને એક્સ ઉપર પોસ્ટ કરી હતી કે મારા અંગત કારણોસર હું આગામી 2024 ની ચૂંટણી નહીં લડું. રંજનબેન ભટ્ટે અચાનક ઉમેદવારી પાછી ખેંચી લેતા સવાલ એ ઊભા થાય છે કે તેઓએ જાતે ઉમેદવારી પાછી ખેંચી છે કે તેઓ પાસેથી ઉમેદવારી પરત ખેંચાવડાવી છે. ત્યારે વડોદરા ના ભાજપના રાજકારણમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top