Vadodara

યુ.પી.થી પત્નીને વડોદરા લાવી બેસહારા કરી દેતા મહિલાનો સહારો બની અભિયમની ટીમ..

નાસ્તો લઇને આવું છું તેમ જણાવી પતિ પત્નીને સયાજીબાગમા છોડી ગયો

અભયમે મહિલાને સુરક્ષિત આશ્રયસ્થાન આપ્યું

શહેરના સયાજીબાગમા એક અજાણી બેસહારા મહિલા બેબાકળી અવસ્થામાં જોતાં ત્રાહિત વ્યક્તિ દ્વારા 181 અભયમ ટીમને જાણ કરાતાં અભયમની ટીમ સયાજીબાગ ખાતે પહોંચી હતી જ્યાં તપાસ કરતાં એક મહિલાને તેમના પતિ નાસ્તો લઇને આવુ છું તેમ કહી બેસહારા છોડીને ચાલી જતા મહિલા મુશ્કેલીમાં મુકાયેલ હતી. અજાણી અને બેસહારા મહિલા ને સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યું હતું.
મળતી માહીતી મુજ્બ, ઉત્તર પ્રદેશથી કામની શોધમાં વડોદરા જવાનું છે તેમ જણાવી પતિ પોતાની પત્નીને વડોદરા ખાતે લાવેલ અને શહેરના સયાજીબાગમાં નાસ્તો લઇને આવું છું તેમ જણાવી એકલા બેસહારા મૂકીને નીકળી ગયો હતો. ઘણી વાર રાહ જોવા છતાં પતિ પરત ન આવતા મહિલા બેબાકળી બની હતી અજાણી મહિલા મુશ્કેલીમાં મૂકાતા એક ત્રાહિત વ્યક્તિએ અભયમ હેલ્પલાઇન ને જાણ કરી હતી જેથી અભયમ ટીમ મદદે આવી હતી.મહિલાની પૂછપરછ કરતાં
મહિલા સાથે વાતચીતમાં તેણીએ જણાવ્યું હતું કે,તેની પાસે મોબાઈલ કે કોઇ સરનામું ના હતું. તેણીએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરેલ હૉય તેનાં સાસરી પક્ષ વાળા સ્વીકારતા ન હતા જેથી તેઓ વડોદરા આવી પહોંચ્યા હતાં. અભયમ દ્વારા તેનાં પતિની ઓળખ મુજ્બ ઘણા સમય સુધી શોધખોળ કરેલ પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી અજાણી મહીલાને સુરક્ષિત આશ્રય મળી રહે તે માટે ઓ. એસ. સી. માં રાખવામાં આવેલ છે.

Most Popular

To Top