મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ને કારણે ટામેટાં તથા અન્ય લીલાં શાકભાજી સિવાયના શાકભાજીના ભાવમાં ઘટાડો
(પ્રતિનિધિ) વડોદરા તા.19
શ્રાવણ માસમાં તહેવારો અને બીજી તરફ મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં શાકભાજીના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.હાલમા મહારાષ્ટ્ર નાસિક lથી આવતા ટામેટાં ની ખેતી પર અતિવૃષ્ટિ ની અસરને કારણે આવકમાં ઘટાડો થવાના કારણે ટામેટાંના ભાવો ઉંચકાયા છે તથા અન્ય લીલાં શાકભાજી જેની સિઝન નથી તેવા શાકભાજી સિવાયના અન્ય શાકભાજીનાં ભાવોમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી છે.

હાલમાં એક તરફ તમામ ચીજવસ્તુઓમાં મોંઘવારી જોવા મળી રહી છે. બીજી તરફ હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ વિવિધ પ્રકારના ધાર્મિક ઉત્સવો,પર્વ પણ ચાલી રહ્યાં છે. ત્યારે પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે મોટા ભાગના શાકભાજીના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને થોડી રાહત જણાઇ છે.

આ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક વરસાદ બાદ મેઘવિરામ રહ્યો હતો જેથી ખેતીને યોગ્ય પ્રમાણમાં પાણી તથા ત્યારબાદ ઉઘાડ નિકળતાં શાકભાજી ની ખેતી સારી થઈ છે જેના કારણે બહારથી અન્ય રાજ્યોમાંથી શાકભાજીની આવક પણ વધી છે જેના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તહેવારોની સિઝનમાં શાકભાજીના ભાવમાં ઘટાડો રહેતા ગૃહિણીઓને રાહત જણાઇ છે. જો કે છેલ્લા ચારેક દિવસથી મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદ ને પગલે નાસિક તરફથી આવતા ટામેટાં ની આવકમાં ઘટાડો થયો છે જેના કારણે હાલમાં ટામેટાં નો ભાવ પ્રતિ કિલો રૂ.70 થી રૂ.80 સુધી મળી રહ્યાં છે જ્યારે સિઝન વિનાના લીલાં શાકભાજી હાલમાં મોંઘાં છે તે સિવાયના દૈનિક જીવનમાં વપરાશમાં લેવાતાં શાકભાજીના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ચોમાસું, તહેવારો અને મોંઘવારીની ચિંતા વચ્ચે શાકભાજીના ભાવ ઘટતાં થોડી રાહત મળી છે*
દર વર્ષે શ્રાવણ માસ, ચોમાસું અને તહેવારોની સિઝનમાં શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે જેના કારણે અમારા ઘરના બજેટમાં વધારો થાય છે બીજી તરફ આવક મર્યાદિત તેની સામે તહેવારો હોય ત્યારે તહેવારોમાં તો બાંધછોડ કરી જ ન શકાય મોંઘુ હોય કે સસ્તું પરંતુ તહેવારો માટે જરૂરી શાકભાજી લેવા જ પડે પરંતુ આ વર્ષે અમુક શાકભાજી સિવાયના મોટાભાગના શાકભાજીના ભાવો ગત વર્ષની સરખામણીએ ઘટ્યા છે જેનાથી અમારા ગૃહિણીઓને રાહત મળી છે.
*-અપેક્ષા (રિન્કુ) બેન શુકલ – ગૃહિણી*
*હાલમાં શાકભાજીના ભાવ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે નીચે મુજબ જોવા મળી રહ્યાં છે*
ડુંગળી રૂ.22 થી રૂ.25
બટાટા રૂ.22 થી રૂ.25
ફૂલેવાર રૂ.60 થી રૂ.70
કોબીજ રૂ.30 થી રૂ.35
ગાજર રૂ.30 થી રૂ.35
રીંગણ રૂ. 25 થી રૂ.30
દૂધી રૂ.25 થી રૂ.30
ગલકા રૂ.15 થી રૂ.20
ચોળી -રૂ.30 થી રૂ.40
ભીંડા રૂ. 25 થી રૂ.30
પરવળ રૂ.30 થી રૂ.40
ગિલોળા રૂ.25 થી રૂ.30
બીટ રૂટ. 35 થી રૂ.40
પાલક રૂ.35 થી રૂ.40
લીંબુ રૂ.50 થી રૂ.60
ટામેટાં રૂ.70 થી રૂ.80
મેથી ભાજી રૂ.100
લીલાં મરચાં રૂ.70 થી રૂ.80
લીલાં ધાણા રૂ.70 થી રૂ.80
આદું રૂ. 60 થી રૂ.80
સુકું લસણ રૂ.80 થી રૂ.100
સરગવો રૂ.70 થી રૂ.80
તુવેર અને લીલાં વટાણા રૂ.200
*-દેવીસહાય અગ્રવાલ – શાકભાજીના વેપારી*