મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા શહેરમાં 26 ફેબ્રુઆરીના રોજ શિવજીની સવારી નિકળનાર છે જેને લઈને આજે આયોજકો દ્વારા પોલીસ કમિશનર સાથે બેઠક મળી
બેઠકમાં આરોગ્ય,વિજ વિભાગ, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ,આયોજકો દ્વારા ચર્ચા કરવામાં આવી

જાગનાથ મહાદેવ મંદિર ખાતે રથનું ચેકીંગ સહિતની કામગીરી ચાલી રહી છે જે આવતીકાલે પૂર્ણ થઇ જશે
મહાશિવરાત્રી પર્વને લઈને વડોદરા શહેરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવતી હોય છે સાથે જ વર્ષ 2013 થી સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિ દ્વારા વડોદરા શહેરમાં શિવજી કી સવારીની ભવ્ય શોભાયાત્રા વડોદરા શહેરના રણમુક્તેશ્વર મહાદેવ થી, ચોખંડી, માંડવી, ન્યાયમંદિર, ભગતસિંહ ચોક,ખંડેરાવ માર્કેટ,અમદાવાદી પોળ, કોઠી ચારરસ્તા થી ઇ સૂર્યનારાયણ બાગ ખાતે જવા માટે રાજમાર્ગો પર નીકળતી હોય છે ત્યારે આગામી 26 ફેબ્રુઆરીના રોજ શિવજી કી સવારીની શોભાયાત્રા નીકરનાર છે જેને લઈને આજે આયોજકો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે બેઠક મળી હતી જેમાં શિવજી કી સવારીની શોભાયાત્રા પર પોલીસ તંત્ર, ફાયર વિભાગ અને જીઇબી તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં પોલીસ વિભાગ શોભા યાત્રાના રોડ પર વાહન ચાલકો અને રાહદારીઓને અડચણ ન થાય સાથે વાહન વ્યવહાર શરૂ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ શોભાયાત્રામાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો જોડાતા હોય છે જેમાં તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે આયોજકો ધારાસભ્ય યોગેશ પટેલ, સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિ ના પદાધિકારીઓ, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિતના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં શિવજી કી સવારી ની શોભાયાત્રા ના રૂટ ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સાથે જ શહેર પોલીસ કમિશનરે ડીજેની પરવાનગી સહિતના ટ્રાફિક રૂટની વ્યવસ્થા, ઇમરજન્સી વાહનો અંગેની તૈયારીઓ તથા વીવીઆઇપી મુમેન્ટ આવે તો તે અંગેની તૈયારીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.બીજી તરફ માંજલપુરના ધારાસભ્ય અને સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિના આગેવાન યોગેશ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ અમદાવાદ તથા કેવડીયા જવાના છે તે સમયે વડોદરા થી જશે જો આગળ જે તૈયારી થશે તે અંગેની માહિતી આપવામાં આવશે મુખ્યમંત્રી ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે મહા આરતી માટે.બીજી તરફ જેમ જેમ શોભાયાત્રા આગળ વધશે તેમ તેમ સ્થાનિક ડીજે અથવા મ્યુઝિક સિસ્ટમ હટાવી લેવાના રહેશે એક ડીજે અને લાઇટ સાથે શોભાયાત્રામાં રહેશે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જાગનાથ મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રાના રથની પણ ચેકીંગ સહિતની તૈયારીઓ ચાલી રહી છે જે આવતીકાલે પૂર્ણ થશે.શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સમયસર સંપન્ન થાય તે અંગેની ચર્ચા સાથે આયોજન કરવામાં આવ્યું છે.