Charotar

બોરસદ APMC માં ઇતિહાસ માં પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો

પ્રતિનિધિ આણંદ તા 6

બોરસદ APMC ના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી .જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલના અશોક મહિડા ને ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વાઈસ ચેરમેન તરીકે યોગેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
બોરસદ APMC માં વર્ષો થી કોંગ્રેસ નો દબદબો હતો . જોકે ભાજપે બોરસદ વિધાનસભા પણ સૌ પ્રથમ વખત જીત્યા બાદ પોતાની નજર બોરસદ apmc માં જમાવી હતી ,APMC ની ચૂંટણી માં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલે સૌ પ્રથમ વખત ખેડૂત વિભાગ ની તમામ 10 બેઠક ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. સામે પક્ષે કોંગ્રેસ દ્વારા APMC માં પોતાનો દબદબો યથાવત રાખવા સહકાર પેનલ ના 10 ઉમેદવારો ને ચૂંટણી જંગ માં ઝંપલાવડાવ્યું હતું ,જોકે ચૂંટણી પરિણામ સામે આવતા જ કોંગ્રેસ ના દિગગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર,પૂર્વ APMC ચેરમેન નટવરસિંહ મહિડા સહિત ની આંખે આખી પેનલ નો કરમો પરાજય થયો હતો અને બોરસદ APMC માં ભાજપ નો ઉદય થયો હતો , ચેરમેન તેમજ વાઇસ ચેરમેન પદ માટે ની ચૂંટણી માટે પ્રદેશમાંથી ચેરમેન પદ માટે અશોક માહિડા , જ્યારે વાઇસ ચેરમેન પદ માટે યોગેશ પટેલ ના નામનું મેન્ડેડ આવતા બન્ને ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી . જોકે સામે પક્ષે અન્ય કોઈ ફોર્મ નહિ ભરાતા ચૂંટણી અધિકારીએ બોરસદ APMC ના ચેરમેન પદે અશોક માહિડા જ્યારે વાઇસ ચેરમેન પદે યોગેશ પટેલ ને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. આમ બોરસદ APMC માં ઇતિહાસ માં પ્રથમ વખત ભાજપ નો ભગવો લહેરાયો છે ..

Most Popular

To Top