
પેટલાદના ખડાણામાં મજૂરી કામ કરતા બાબુભાઈ આશાભાઈ પરમાર (ઉ.વ.40) નો મૃતદેહ મળી આવ્યો છે. તેઓ મૂળ કાણીસાના રહેવાસી હતા અને ખડાણામાં માસીના ઘરે રહેતા હતા. સોમવાર સવારે છ વાગ્યે ગામમાં ખબર પડતાં માસીના દિકરા રામાભાઈ મહિજીભાઈ પરમારે પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. એલસીબી, પેટલાદ રૂરલ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે છે અને ડોગ સ્ક્વોર્ડની મદદ લેવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું કે, મોડી રાત્રે બે વાગ્યા પછી ઘટના બની હોવાનું અનુમાન છે. પોલીસ તપાસમાં જાણવા મળશે કે આ ઘટના કેવી રીતે બની હતી.