વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટ્રસ્ટ દ્વારા પાદરા તાલુકાના મુજપુર ગામે ખેતરમાંથી છ ફૂટના અજગરનુ રેસ્કયુ કરવામાં આવ્યું
ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે જળચર અને સરિસૃપ જીવો પોતાની જગ્યાએથી બહાર નીકળી આવતા હોય છે ત્યારે વાઇલ્ડ લાઇફ રેસક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને વિજયભાઇ નામના વ્યક્તિનો કોલ મળ્યો હતો કે, પાદરા તાલુકાના મુજપુર ગામના ખેતરમાં એક અજગર જોવા મળ્યો છે જેથી અરવિંદ ભાઇએ પાદ ફોરેસ્ટ વિભાગના રાજુભાઇને આ મામલેજાણ કરી હતી ત્યારબાદ અરવિંદભાઈ, વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટ્રસ્ટના કાર્યકરો રાકેશ જાદવ, વિજય રાજપૂત સાથે મુજપુર ખાતે ખેતરમાં પહોંચી ગયા હતા જ્યાં અંદાજે છ ફૂટ લાંબા અજગરનુ ભારે જહેમત બાદ રેસ્કયુ કરવામાં આવ્યુ હતું અને આ અજગરને પાદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને સોંપવામાં આવ્યો હતો.