Vadodara

પાણીના પ્રશ્ને કોર્પોરેટર સ્નેહલ પટેલની આંખોમાં પાણી આવી ગયા

વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 16 ના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ પાણી મુદ્દે રડી પડ્યા

વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 16 ના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં પાણીના પ્રશ્ને રડી પડ્યા હતા. સ્નેહલ પટેલ રજૂઆત કરતા કહ્યું હતું કે, વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોનીને પાણી પુરવઠાના અધિકારી ખોટા રિપોર્ટ રજૂ કરે છે. મેયર તેની ગંભીરતા કેમ નથી લેતા? જેના કારણે મેયર પણ અમને ખોટો રિપોર્ટ કરે છે કે પાણી આવે છે. પણ જમીની હકીકત એ છે કે વહેલી સવારથી જ અમારા વિસ્તારની મહિલાઓએ મને ફોન કરીને સતત જાણ કરી કે અમારા ત્યાં પાણી આવતું નથી. અનેક વખત પાણી મુદ્દે રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. એક મહિલાને જ ખબર પડે છે કે ઘરમાં પાણી ના હોય તો શું દશા થાય ! જેથી આજરોજ સભામાં વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોનીએ પાણી મુદ્દે અમારી રજૂઆતઆ સાંભળી ત્યારબાદ નીકળી ગયા. જેથી મને ખૂબ લાગી આવ્યું હતું. એવી વાત વોર્ડ નંબર 16 ના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ કહેતા કહેતા તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા..

Most Popular

To Top