ભાવિશભાઇ ચંદુભાઈ પરમાર પાસેથી ઇંગ્લિશ ક્વાટર નંગ 29 જેની આશરે કિંમત રૂ 2,900તથા 06 નંગ બોટલ જેની અંદાજે કિંમત રૂ 3,000 મળીને કુલ રૂ 5,900 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી
( પ્રતિનિધિ) વડોદરા તા.13
છાણી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પદમલા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર રેણુકાબેન પરમારના પતિ ભાવિશકુમાર ચંદુભાઇ પરમારને સંગમ સોસાયટી ની પાછળના ભાગે આવેલા ખેતરમાં પોતાના તબેલા ઉપરથી 29 નંગ ઇંગ્લિશ દારુના ક્વાટરિયા જેની આશરે કિંમત રૂ 2,900 તથા અંગ્રેજી શરાબની બોટલ 06 નંગ જેની આશરે કિંમત રૂ 3,000 મળી કુલ રૂ 5,900 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ગત તા.12-06-2025 ના રોજ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન રણોલી બ્રિજ પાસે મળેલી બાતમીના આધારે પદમલા ગામ હરિનગર સોસાયટીમાં રહેતા અને પદમલા ગામ પંચાયત ના સરપંચ પદના મહિલા ઉમેદવાર રેણુકાબેન ના પતિ ભાવિશકુમાર ચંદુભાઇ પરમારે સંગમ સોસાયટી પાછળ આવેલા ખેતરમાં પોતાના ગાયો ભેંસો ના તબેલામાં અંગ્રેજી દારૂ નો જથ્થો રાખેલો હોવાની માહિતીના આધારે પંચો સાથે તપાસ કરતાં સ્થળ પરથી ભાવિશકુમાર ચંદુભાઇ પરમાર મળી આવ્યો હતો જ્યાં તબેલામાં તપાસ કરતાં દિવાલની બાજુમાંથી એક વિમલના થેલામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારુના ક્વાટરિયા નંગ 29 જેની કિંમત રૂ 2,900 તથા ઇંગ્લિશ વ્હિસ્કી ની કાચની બોટલ નંગ -06 જેની આશરે કિંમત રૂ 3,000 મળીને કુલ રૂ 5,900 નો મુદ્દામાલ મળી આવ્યો હતો જેને કબજે લઇ ભાવિશકુમાર ચંદુભાઇ પરમાર વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.