Charchapatra

દેશનો નોંધપાત્ર વિકાસ

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી મતોના નુકસાનકારક રાજકારણો છોડીને વિકાસવાદોનું રાજકારણ ચલાવીને 2014થી સાચો રસ્તો બતાવેલ છે. દેશનો નોંધપાત્ર વિકાસ અભિનંદનને પાત્ર ગણી શકાય. વિશ્વના સૌથી મોટા 33 ફૂટના રડાર એન્ટેનાને અવકાશમાં ગોઠવવા નાસા-ઇસરો તાજેતરમાં સફળ થયેલ છે, 25060 કરોડ રૂપિયાના ખર્ચે છ વર્ષ માટેના એકસપોર્ટ પ્રમોશન મિશનને કેન્દ્ર સરકારે મંજૂરી આપીને દેશના નિકાસકારોને ટેરીફ સામે કાર કંપનીઓ ચીનથી નારાજ થઇને આપણા દેશમાં 11 અબજ ડોલરનાં રોકાણો કરનાર છે જેનાથી જાપાનની હોન્ડા, ટોયોટો હવે ભારતમાં બનશે. તેજસ વિમાનનાં એન્જીન બનશે. ગુગલ કંપની આપણા દેશમાં અમેરિકા પછી વિશ્વનું સૌથી મોટું એઆઇ હબ માટે 1.33 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરનાર છે. મુંબઇમાં દેશનું પ્રથમ સંપૂર્ણ ડીજીટલ એરપોર્ટ બનેલ છે જે મુંબઇનું બીજું એરપોર્ટ છે. દેશમાં પ્રથમ વાર અમદાવાદના રેલવે સ્ટેશન પરથી પેસેન્જર ટેકસી, રીક્ષા કે બાઇક 20 ટકાના ડિસ્કાઉન્ટ સાથે બુક કરી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સાબરમતીના ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થનાર છે. દેશમાં પ્રથમ વાર સુરત ખાતે જમીનની નીચે બે ડબલડેકર સ્ટેશનનું નિર્માણ થનાર છે. અહીં ટ્રેનો સામસામેથી જગ્યાએ ઉપર નીચે આવશે. દેશમાં આઇફોનના તમામ મોડેલનું ઉત્પાદન થનાર છે. અમદાવાદમાં એશિયાનું સૌથી મોટું રેલવે ઓપરેશન કમાન્ડ સેન્ટર બનનાર છે જે પાંચ રાજયોની કુલ 500 માલગાડીઓની દેખરેખ રાખનાર બનશે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ
હીપ ઇમ્પ્લાન્ટ-
ખરું-ખોટું
તા. 20.11.25 એ બીરેન કોઠારીએ કોલમમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સન કું પરના બંને લેખકોનાં પુસ્તકોમાં આપણા દેશ આરોગ્ય ક્ષેત્રે આચરેલ વિવિધ ગેરરીતિઓ છતી કરી છે. કોનેન શેરીફે હીપ ઇમ્પ્લાન્ટ માટે આ કંપનીએ બનાવેલ ઉપકરણ પર વિસ્તારથી પોતાના પુસ્તકમાં છણાવટ કરી છે. જે પર પ્રકાશ પાડવા બદલ બિરેનને અભિનંદન. થાપાના સાંધાનું પુન: આરોપણ કરવામાં આવે તેને હીપ ઇમ્પ્લાન્ટ કહેવાય. જ્હોન્સન એન્ડ જ્હોન્સન કું.નાં બનાવેલાં ઉપકરણ બેસાડ્યા પછી દર્દીઓને વિવિધ તકલીફો થવા માંડી. શેરીફ (લેખક)ને તેની જાણ થતાં તેમણે તેની રીતસર તપાસ આરંભતાં તેમણે એવા અઢળક કિસ્સાઓ આપણા દેશમાં મળ્યા. અમેરિકામાં પણ આ કંપનીએ આ જ ઉપકરણ મૂકયું હતું. ત્યાં પણ તે ક્ષતિગ્રસ્ત પુરવાર થતાં ત્યાંના બજારમાંથી આ ઉપકરણ કંપનીએ વેળાસર પાછું ખેંચી લીધું. આપણે ત્યાં આ ઉપરકરણનો ઉપયોગ ખાનગી હોસ્પિટલમાં થતાં જયાં હોસ્પિટલના સત્તાવાળા તથા ડોકટરો દર્દીને આ ખામીવાળા ઉપરકરણ બાબતે અંધારામાં રાખતાં. પૈસા માટે દર્દીના જીવન સાથે આવો ખેલ ખેલાતાં નૈતિકતા, પ્રામાણિકતા, ઉત્તરદાયિત્વ જેવા શબ્દો કાગળ પર જ રહી ગયા. માત્ર હીપ ઇમ્પ્લાન્ટ જ નહીં પણ હૃદયમાં બેસાડાતી સ્ટેન્ટ અને પેસમેકર બાબતે યોગ્ય નિયમન ન હોવાથી આપણા દેશમાં દર્દીની કેવી ને કેટલી ખરાબ પરિસ્થિતિ થાય છે તે પણ શરીફે જણાવી છે.
વ્યારા – પ્રકાશ સી. શાહ

Most Popular

To Top