Vadodara

દિવાળીના તહેવારને અનુલક્ષીને કોર્પોરેશન 25 ઓકટોબરે કર્મચારીઓને પગાર આપી દેશે

આનંદો, VMC ના કર્મચારીની દિવાળી વહેલી થશે




દિવાળીના તહેવારને અનુલક્ષીને વડોદરા મહાનગર પાલિકાના કર્મચારીઓ, પેન્શનરોને 25 ઓકટોબર 2024નો પગાર તથા પેન્શન વહેલાં ચુકવણી કરી દેવામાં આવશે.
વડોદરા મહાનગર પાલિકાના તમામ ખાતાએ જરૂરી કાર્યવાહી કરવાની એકાઉન્ટ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે.

તંત્રે પરિપત્ર જારી કરતા જણાવ્યું છે કે, બેન્ક દ્વારા પગાર મેળવતાં તમામ કર્મચારીઓના પગાર પત્રકો માટે આઈ.ટી. શાખામાં ડેટા એન્ટ્રી માટેના પેરોલના ડેટા ફોર્મસ તાત્કાલિક મોકલી આપવાના રહેશે. પગાર પત્રકો આઇ.ટી. શાખાએથી તા.16-10ના રોજ મેળવી, ઓડીટ શાખામાં તા.18-10 સુધીમાં રજુ કરવાના રહેશે. પત્રકો ઓડીટ કરાવી હિસાબી શાખાએ ચુકવણા અર્થે મોકલી આપવાના રહેશે. રોજીંદારી-ખંડ સમયના કર્મચારીઓની અને 11 માસના કરાર આધારીત કર્મચારીઓની તા.21 સપ્ટેમ્બરથી 20 ઓકટોબરની હાજરીની માહિતી તા.21.10.2024ના રોજ બપોરે 12 કલાક સુધીમાં આઇ.ટી. શાખાને બિનચૂક મોકલી આપવાની રહેશે. જેના તૈયાર થયેલા પત્રકો તા.23.10ના રોજ બપોરે 12 કલાક બાદ મેળવી ઓડીટ કરાવી હિસાબી શાખાએ ચુકવણાં અર્થે તા.25-10 સુધી ચૂકવણી કરવાના આદેશ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top