Dahod

દાહોદ નગરપાલિકામાં આંતરિક વિખવાદનો ઉકળતો ચરૂ બહાર આવ્યો….

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ દાહોદ નગરપાલિકામાં અંદરો અંદરના વિરોધનો ઉકળતો ચરૂ બહાર આવવા પામ્યો છે.આ મામલે કોઈ કેમેરાની સામે કહેવા તૈયાર નથી પરંતુ એક કહેવત છે કે આગ લાગતી હોય ત્યાં ધુમાડો હોય તેઓ ઘાટ અત્યારના સંજોગોમાં સર્જાઈ રહ્યો છે.ચૂંટણી પૂર્ણ થયા બાદ 17 જેટલા સુધરાઈ સભ્યો વર્તમાન પ્રમુખ નીરજ ગોપી દેસાઈ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા જતા રહ્યા હોય તેવા સમાચાર વહેતા થયા હતા. આ રૂમર થી જ પાલિકામાં ચાલી રહેલા સત્તાની લડાઈ હવે સાર્વજનિક થઈ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. કારણ કે કાઉન્સિલરો બહારગામ ગયા પછી જે પ્રકારે દૈનિક અખબારમાં પક્ષના નેતાએ વર્ઝન આપ્યું તેમાં સ્પષ્ટ જણાવ્યું કે મતભેદ હોઈ શકે છે. એ શક્ય છે. આ સેન્ટેન્સ પરથી લાગે છે કે દાહોદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થયા બાદ બે ગ્રુપ બની ગયા હોત અને બંને ગ્રુપ વચ્ચે યાદવાસ્થળી જોવા મળી રહી છે. આ તમામ વિવાદોની શરૂઆત પૂર્વ પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ ના કાર્યકાળથી શરૂ થઈ હતી.જેમાં પાંચ ગ્રુપોમાં વહેંચાયેલા દાહોદ નગરપાલિકાના જન પ્રતિનિધિઓ વચ્ચે એકબીજાનું અંદરો અંદરનો વિરોધની શરૂઆત થઈ હતી. પાલિકા પ્રમુખના અઢી વર્ષના કાર્યકાળમાં ચૂંટાયેલા સુધરાઇ સભ્યોને વિશ્વાસમાં લઈ કામ કરવાની જગ્યાએ મનસ્વી રીતે વહીવટ ચલાવ્યો હોય તેવા આક્ષેપો સમય સમય પર લાગ્યા હતાં.અને આ જ સમયગાળા દરમિયાન ચીફ ઓફિસર જોડે થયેલી બબાલ પછી આ મામલો વધુ ગરમાયો હતો.ત્યારબાદ નવા પ્રમુખ નીરજ ગોપી દેસાઈ ની નિયુક્તિ બાદ રાજેશભાઈ શહેતાઈએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી હતી કે દાહોદ નગરપાલિકામાં સરમુખત્યારશાહીનો વિજય 59 મત વાળાની કદર નહીં અને બે મત વાળા પ્રમુખ બન્યા વંદે વૈભવશાળી ભારત માતરમ આ પોસ્ટથી રાજકીય ક્ષેત્રે ભૂકંપની સાથે ખળભળાટ મચી જવા જવા પામ્યો હતો. જોકે આ મામલે જે તે સમયે પક્ષ દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી.પરંતુ સુધરાઇ સભ્યો દ્વારા અવાર નવાર સોશિયલ મીડિયામાં એકબીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપોની વચ્ચે બનતી ઘટનાઓ અંદરો અંદરના ડખાના પુરાવા આપી રહી છે. આ તમામ બાબતોથી શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ તેમજ મોવડી મંડળ અજાણ છે. કે શું શું મહુડી મંડળ અજાણ હોય તો જેના તેરે સંગઠનને મજબૂત રીતે ચલાવવાની જવાબદારી હોય તે શહેર પ્રમુખ દ્વારા આ મામલે પક્ષને જાણ કરી અથવા પાલિકામાં અંદરો અંદર ચાલી રહેલા ડખા ને ખાળવા માટે શું કર્યું તે હજી સુધી બહાર ન આવતા આશ્ચર્યજનક રીતે તરેહ તરેહ ની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં નગરપાલિકાના ચૂંટાયેલા 17 થી 20 જેટલા કાઉન્સિલરો બહારગામ જતા રહ્યા હોવાના સમાચારો આવી રહ્યા છે.જોકે પક્ષના નેતા દિપેશભાઈ લાલપુર વાળાના વર્ઝન પ્રમાણે ઉપરોક્ત કાઉન્સિલરો જુદા જુદા ગ્રુપમાં બહારગામ રજાઓ ગાળવા ગયેલા હોવાનું જણાવ્યું જો કાઉન્સિલરો ખરેખર બહાર વેકેશન મનાવવા ગયા હોય તો પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું કારસ્તાન કોને ફરતું કર્યું.? આ ભાજપ મોવડી મંડળ તેમજ સુધરાઈ સભ્યો માટે ગંભીર તપાસનો વિષય બની જવા પામેલ છે.જોકે હાલ સ્માર્ટ સિટીના કામો શહેરમાં ચાલી રહ્યા છે. જેમાં પહેલેથી જ આડેધડ કામો ચાલી રહ્યા હોવાની પ્રજાજનો બૂમો પાડી રહ્યા છે.સાથે સાથે જનતા પ્રીમોન્સૂનની કામગીરી,રોડ રસ્તા,ગટર, પાણી જેવી સમસ્યાથી પીડાઈ રહી છે. જે સુધરાઈ સભ્યોને દાહોદ નગરની જનતાએ પોતાની સુખાકારી અને સુવિધા પૂરી પાડવા માટે ચુંટીને નગરપાલિકામાં મોકલ્યા હોય તે સુધરાઈ સભ્યો દાહોદની જનતાને માથે ઉભેલી સમસ્યાઓનો નિકાલ કરવાની જગ્યાએ ખરા સમયે રેઢિયાળ મૂકીને જતા રહ્યા છે.સંપર્ક વિહોણા થઈ જતા દાહોદની જનતા કોને ફરિયાદ કરે.? તે મોટો યક્ષ પ્રશ્ન બની જવા પામેલ છે.છેલ્લા કેટલાય સમયથી આમ કહીએ તો નવા પ્રમુખથી નિયુક્તિ બાદથી જ નગરપાલિકામાં જવાનું બંધ કરી દેતા દાહોદની જનતાના પ્રશ્નો જે સુધરાઇ સભ્યોને ઉઠાવવા જોઈએ તે બંધ થઈ જતા સમસ્યાઓની ભરમાર ઊભી થવા પામી. છે. હવે અહીંયા પાલિકાના અતરંગ વર્તુળો દ્વારા જાણવા મળવા મુજબ રજા ગાળવા ગયેલા કાઉન્સિલરો પૈકી કેટલા કાઉન્સિલરોની આર્થિક પરિસ્થિતિ સારી નથી તો તેઓનો ફરવાનો ખર્ચ કોણ ઉઠાવી રહ્યો છે.જોકે કોંગ્રેસમાંથી ભાજપમાં વફાદારીની નેમ સાથે આવેલાં કાઉન્સિલરો અડીખમ જોવા મળતા તે એક મહત્વપૂર્ણ બાબત બની જવા પામેલ છે. જોકે આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે દાહોદ નગરપાલિકાના સુધરાઇ સભ્યો વચ્ચે ચાલી રહેલી યાદવસ્થળીના ભોગે દાહોદની જનતા પીસાઈ રહી છે.પ્રાથમિક સમસ્યાનો સામનો કરી રહી છે.જો આ યાદવસ્થલીને રોકવામાં નહીં આવી તો જે પ્રમાણે ભાજપને તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર નુકસાન થયું છે.તેવી રીતે આવનારા સમયમાં દાહોદ નગરપાલિકા તેમજ વિધાનસભાની ચૂંટણીમાં કદાચ ભાજપને દાહોદ સહેરમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. તેમાં કોઈ બે મત નથી

Most Popular

To Top